Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

આજે ગુજરાત પાલિકા પંચાયતની ચૂંટણી સમયે જ ગ્રામ્ય પ્રજાએ રાજકીય લોકોનું નાક દબાવ્યું

આણંદના ડભાચી અને કાલોલના શકિતપુરા વસાહતના લોકોએ ચૂંટણી બહિષ્કાર કરી મતદાનથી અળગા રહ્યા

ગાંધીનગર: ગુજરાતમાં 6 મહાનગર પાલિકાના ચૂંટણી પરિણામમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ તમામની નજરો નગર પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોના મતદાન પર છે. આજે વહેલી સવારથી રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 81 નગર પાલિકા અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઈ થઈ ગયું છે. જેમાં વહેલી સવારથી મતદાન મથકો પર મતદારોની લાઈનો જોવા મળી રહી છે, તો કેટલાક બુથ એવા પણ છે, જ્યાં મતદાન શરૂ થયાના 8 કલાક થવા છતાંય કાગડા ઉડી રહ્યાં છે. 

આણંદ જિલ્લા બોરસદ તાલુકાના ડભાસી ગામમાં આવેલા મતદાન મથક પર સવારના 7 વાગ્યાથી અત્યાર સુધી એક પણ મત પડ્યો નથી. અહીંના પોલિંગ બૂથ પર ચૂંટણી સ્ટાફ મતદારોની રાહ જોઈ રહ્યો છે. ડભાસી ગામમાં 4 મતદાન મથક આવેલા છે. જો કે અત્યાર સુધી અહીં એક પણ મત પડ્યો નથી. 

તાજેતરમાં ડભાસી હાઈવે પર ગરનાળા બનાવવાને લઈને ગ્રામજનોએ આંદોલન છેડ્યું હતું. આ દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જેના પગલે પોલીસે ટોળાને વેરવિખેર કરવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આથી રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

કાલોલની શક્તિપુરા વસાહત-2ના સ્થાનિકો મતદાનથી અળઘા રહ્યાં

પંચમહાલ જિલ્લાના કાલોલની શક્તિપુરા વસાહત-2માં વસતા સ્થાનિકોએ પણ મતદાન શરૂ થયાના આટલા કલાક વીત્યાં છતાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે. જેના કારણે અહીંના મતદાન મથકો સૂમસામ બન્યા છે.

જણાવી દઈએ કે, શક્તિનગર વસાહત-2માં નર્મદા ડેમના વિસ્થાપીતોને વસાવવામાં આવ્યા છે. 1994થી અહીં રહેતા વિસ્થાપિતોને હજુ પણ સરકારી યોજનાઓનો લાભ નથી મળ્યો. જેના કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ મતદાનથી અળઘા રહેવાનું નક્કી કર્યું છે. આ અંગેની જાણ થતાં DYSP, PI સહિતનો પોલીસ કાફલો તથા CRPFની ટૂકડી અને મામલતદાર સહિતના સ્ટાફે સ્થાનિકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તેમના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યાં છે.

આજ રીતે લુણાવાડાના માલતલાવડી ગ્રામજનો દ્વારા પણ મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. અહીંના મતદારો માટે મતદાન મથક 5 કિલોમીટર દૂર આપવામાં આવતા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ “બૂથ નહીં તો વોટ નહીં”ના સુત્રોચાર સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

(4:32 pm IST)
  • તામિલનાડુમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોરોનાનો કહેર વધતા 31મી માર્ચ સુધી લોકડાઉન વધારાયુ : સરકારી, પ્રાઇવેટ સંસ્થાનો, ઉદ્યોગગૃહ સહીત એકમોમાં ઓછામાં ઓછા કર્મચારીઓને બોલવવા નિર્દેશ :કંટેઇન્મેન્ટ ઝોનમાં સતર્કતા રાખવા સાથે વૃધ્ધો , બાળકો અને ગર્ભવતી મહિલાઓને ખાસ સાવચેતી રાખવા અપીલ access_time 11:27 pm IST

  • પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડી. એન. મોદીએ પોરબંદર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કર્યુ હતું. access_time 2:52 pm IST

  • પશ્ચિમ બંગાળમાં કોલસા કૌભાંડમાં મોટો ખુલાસો : ખાનગી જમીનમાંથી કાઢીને વેચી નાખ્યો કોલસો : સીબીઆઈએ પત્ર લખીને કાર્યવાહીની કરી માંગ : કૈટલ સ્મગલિંગ અને કોલસા સ્મગલિંગમાં કેટલાક ચાર્ટડ એકાઉન્ટન્ટની મદદથી શેલ કંપનીઓ બનાવાઈ : લાંચની રકમનું મની લોન્ડરિંગ કરવા સાથે મોટા પાયે બેનામી સંપત્તિની ખરીદી access_time 12:52 am IST