Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે કડીમાં સહપરિવાર મતદાન કરી લોકશાહિની પવિત્ર ફરજ બજાવી

નાયબ મુખ્યમંત્રીએ આ મતદાન મહાવર્પમાં લોકોને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે મતદાન કરવા અપીલ કરી

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત કડી નગરપાલિકાના જનસુવિધા કેન્દ્ર ખાતે પરિવાર સાથે મતદાન કરીને લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી.આજના દિવસે તમામ નાગરિકોને પણ પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરી લોકતંત્રમાં પોતાની સહભાગીતાને મજબૂત રીતે નોંધાવી સમાજના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ હેતુ આપનાં વિસ્તારમાં આપને સબળ નેતૃત્વ પ્રદાન કરે તેવા લોકપ્રતિનિધિઓને પોતાના અમૂલ્ય મત થકી ચૂંટવા આહ્વાન કર્યુ હતું

(3:52 pm IST)
  • લોધીકા તાલુકા ના મતદાન મથકો ઉપર મતદારો મતદાન માટે ઉમટયા હતા તસવીરમાં ખીરસરા ગામે મતદારો નજરે પડે છે. access_time 10:56 am IST

  • ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ભારે મતદાનને પગલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ એકશન મોડમાં : પોતાના વિસ્તારના પેજ પ્રમુખોને દોડાવ્યા અને ભાજપ તરફી મતદાનની વિગતો આપવા આદેશ : અને પોતાના વિસ્તારમાં ૧૦૦ ટકા મતદાન થાયે તે જોવા પણ તાકીદ કરી access_time 3:48 pm IST

  • તામિલનાડુમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોરોનાનો કહેર વધતા 31મી માર્ચ સુધી લોકડાઉન વધારાયુ : સરકારી, પ્રાઇવેટ સંસ્થાનો, ઉદ્યોગગૃહ સહીત એકમોમાં ઓછામાં ઓછા કર્મચારીઓને બોલવવા નિર્દેશ :કંટેઇન્મેન્ટ ઝોનમાં સતર્કતા રાખવા સાથે વૃધ્ધો , બાળકો અને ગર્ભવતી મહિલાઓને ખાસ સાવચેતી રાખવા અપીલ access_time 11:27 pm IST