Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

ભારતના શિક્ષણમંત્રી ડો . રમેશ પોખરીયાલ “નિશંક" લીખિત "કૃતધ્ન"ની ગુજરાતી આવૃત્તિનું લોકાપર્ણ કરાયું

વિરમગામ કોલેજના પ્રાધ્યાપક ડો.અશ્વિન અણદાણી દ્વારા "કૃતધ્ન"નું ભાષાંતર કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ભારતના શિક્ષણમંત્રી ડો.રમેશ પોખરીયાલ "નિશંક" દ્વારા લખાયેલ કૃતઘ્ન (હિન્દી) ઉપન્યાસનું વિરમગામ કોલેજના પ્રાધ્યાપક ડો. અશ્વિન અણદાણી દ્વારા ભાષાંતર કરવામાં આવ્યું હતું. ડો. રમેશ પોખરીયાલ દ્વારા લીખિત અને ડો. અશ્વિન અણદાણી દ્વારા અનુવાદિત “ કૃતઘ્ન" નું દિલ્હી ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનુવાદ માટે મહત્વનો સેતુ બનનાર ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો . જગદીશ ભાવસાર , શિક્ષણ વિભાગના દિલ્હી સ્થિત ઉચ્ચ અધિકારી સુનયના તોમર ઉપસ્થિત રહ્યા હતા. ભારતના શિક્ષણમંત્રી ડો . રમેશ પોખરીયાલ “નિશંક"એ ડો .અશ્વિન અણદાણીને સુંદર અનુવાદ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પુસ્તક રન્નાદે પ્રકાશન દ્વારા પ્રકાશિત કરાયું છે.

(10:56 am IST)