Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

ચૂંટણી માટે બસો ફળવાતા,રાજપીપળા એસટી ડેપોના 37 જેવા લોકલ રૂટ બંધ કરાતા મુસાફરો અટવાયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : તારીખ 28 ફેબ્રુઆરી ના રોજ નર્મદા જિલ્લામાં તાલુકા, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી યોજાનાર હોય વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે ત્યારે આજે સવારથી ચૂંટણી માટે જિલ્લામાં રાજપીપળા એસ ટી ડેપોની બસો ફાળવવામાં આવતા કુલ 49 રૂટ પૈકી 37 જેવા લોકલ રૂટ બંધ કરતા ગ્રામ્ય વિસ્તારના મુસાફરો અટવાયા હતા. જોકે રાજપીપળા એસટી ડેપો પરથી ઉપડતી મોટાભાગની એક્સપ્રેસ બસો ચાલુ રાખવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

(1:11 am IST)