Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

વરખડ ગામની સીમમાંથી ઝટકા મશીન અને ખાતરની ગુણો મળી કુલ રૂ.૧૯,૧૩૮/-ની મતાની ચોરી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નાંદોદ તાલુકાના વરખડ ગામની સીમમાંથી કોઈ અજાણ્યા ચોરોએ ઝટકા મશીન અને ખાતરની ગુણો ચોરી કરી લઈ જતા ખેતર માલિકે આમલેથા પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વરખડ ગામના પરેશભાઈ ડાહ્યાભાઈ પટેલની ફરિયાદ મુજબ તેમના વરખડ ગામની સીમમાં આવેલા ખેતરમાં આવેલ કાચી ખુલ્લી છાપરીમા મુકેલ ઝટકા મશીન-૧ કિંમત રૂપિયા ૭,૯૦૦-તથા ખાતરની થેલી નંગ-૬ કિંમત રૂપિયા ૧૧,૨૩૮ -મળી કુલ કિંમત રૂપિયા ૧૯,૧૩૮-ની મતાની કોઇ ચોર ઇસમે ચોરી કરી લઇ જતા આમલેથા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:18 am IST)