Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

વિધાનસભાની સાથે સાથે......

ઔદ્યોગિક એકમોમાં રોજગારીને લઇ કટિબદ્ધતા

અમદાવાદ, તા. ૨૮ : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં ચાલી રહ્યું છે. સંદર્ભમાં વિવિધ વિષયો પર ચર્ચાઓ પણ ચાલી રહી છે. આજે પણ વિવિધ વિષયો પર ઉપયોગી માહિતી વિધાનસભામાં આપવામાં આવી હતી. ઉપયોગી પ્રશ્નોના જવાબમાં સંબંધિત મંત્રીઓ દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા. વિધાનસભાની સાથે સાથે નીચે મુજબ છે.

ડેરી ફાર્મ અંતર્ગત ૧૭૮૧ અરજીઓ આવી : પશુપાલન રાજ્ય મંત્રી બચુ ખાબડે

પશુપાલન રાજ્ય મંત્રી બચુ ખાબડે જણાવ્યું છે કે, પશુપાલનને પ્રોત્સાહિત કરવાના હેતુથી ૧૨ દુધાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપવા અંતર્ગત ,૨૨૫ અરજીઓ થયેલ હતી જેમાંથી ,૭૮૧ અરજીઓ મંજૂર કરી ૪૧.૨૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ૧૨ દુધાળા પશુઓને એક એવા ડેરી ફાર્મ યોજના અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ બનાસકાંઠા જિલ્લાના ૫૦૧ અરજીઓ પૈકી ૪૭૨ મંજૂર કરી છે અને ૩૧૪ માટે .૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

મહિસાગર જિલ્લામાં .૫૭ કરોડની ગણવેશ સહાય ચૂકવાઇ

મહિસાગર જિલ્લામાં ગણવેશ સહાય યોજના હેઠળ મળેલી અરજી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા સામાજિક, ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહિરે જણાવ્યું હતું કે, ૩૧ ડીસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ વર્ષ-૨૦૧૯-૨૦માં મહિસાગર જિલ્લામાં ૫૯,૬૦૫ વિદ્યાર્થીઓને ,૫૭,૬૩,૦૦૦ની ગણવેશ સહાય ચૂકવવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન પૂરું પાડવાનો ઉદ્દેશ સાથે રાજ્યભરમાં ગણવેશ સહાય યોજના અમલમાં છે.

નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગો પ્રત્યે રાજ્ય સરકાર કટિબદ્ધ

વિધાનસભા ગૃહમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના વિષયે પુછાયેલ પ્રશ્નનો ઉત્તર આપતાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વર પરમારે કહ્યું હતું કે, રાજ્ય સરકાર વૃદ્ધો અને દિવ્યાંગો પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે. રાજ્ય સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોના ઉત્થાન માટ ઘણી યોજનાઓ ઘડવામાં આવી છે. નિરાધાર વૃદ્ધોને  નાણાકીય સહાય તથા બરોજગાર દિવ્યાંગોને બેરોજગાર ભથ્થુ મળી રહે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજના અમલી બનાવવામાં આવી છે. પૂછાયેલ પરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં મંત્રી પરમારે જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ કુલ ,૮૦૬ અરજીઓ પ્રાપ્ત થઇ છે. જેમાંથી ,૭૭૫ અરજીઓ મંજૂર કરી ,૧૬,૫૪,૨૫૦/-ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.

પશુ ચિકિત્સક અધિકારીની ૭૬ જગ્યા ભરાઈ

રાજ્ય સરકાર પશુઓ અને પશુપાલકોના વિકાસ માટે કટિબદ્ધ છે ત્યારે પશુઓના સ્વાસ્થ્યની કાળજી લેવાના હેતુથી બનાસકાંઠા જિલ્લામાં પશુ ચિકિત્સક અધિકારી વર્ગ-૨ની ૫૭ જગ્યાઓ તેમજ કચ્છ જિલ્લામાં ૧૯ એમ કુલ ૧૨૯ જગ્યાઓ ભરાયેલી છે તેમ, વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ધારાસભ્ય દ્વારા બનાસકાંઠા અને કચ્છ જિલ્લા પશુ ચિકિત્સક અધિકારી વર્ગ-૨ની જગ્યાઓ અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા પશુપાલન રાજ્ય મંત્રી બચુ ખાબડે જણાવ્યું હતું. રાજ્ય મંત્રીએ વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે, ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પશુધન નિરીક્ષક વર્ગ-૩ની ૯૫ જગ્યાઓ તેમજ કચ્છ જિલ્લામાં ૩૪ જગ્યાઓ ભરાયેલી છે. બે જિલ્લામાં પશુચિકિત્સક અધિકારી વર્ગ-૨ની કુલ ૧૦૮ જગ્યાઓ તેમજ પશુધન નિરીક્ષક વર્ગ-૩ની કુલ ૨૦૯ જગ્યાઓ મંજૂર થયેલી છે. બાકીની બંને વર્ગની જગ્યાઓ શક્ય તેટલી ઝડપી ભરવામાં આવશે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.

ઓદ્યૌગિક એકમોમાં રોજગારીને પ્રાથમિકતા

જે તે વિસ્તારના ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક યુવાનોને વર્ષ-૧૯૯૫ના ઠરાવ મુજબ ૮૫ ટકા રોજગારી અપાવવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. ગુજરાતના યુવાનોને મહત્તમ રોજગારી મળી રહે તે હેતુથી ભરતી રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં આવેલ મારૂતિ સુઝુકીના પ્લાન્ટમાં ૧૪૫૩ સુપરવાઇઝરની જગાઓ સામે ૩૪૮ સ્થાનિક લોકોને રોજગારી આપી છે. જ્યારે હીરો હોન્ડા કંપનીમાં ૪૦૮ સુપરવાઇઝરની જગ્યા સામે ૧૫૨ યુવાનોને રોજગારી આપી છે તેમ, વિધાનસભા ગૃહમાં બહેચરાજી તાલુકાના સ્થાનિકોને રોજગારી આપવા અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું. મંત્રીએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, તા.૩૧ માર્ચ-૧૯૯૫ના ગુજરાત સરકારના ઠરાવ મુજબ સ્થાનિકોને ૮૫ ટકા રોજગારી આપવામાં જે લોકો ૧૫ વર્ષ અથવા તેનાથી વધુ સમયથી જે તે વિસ્તારમાં રહેતા હોય તેને સ્થાનિકોની વ્યાખ્યામાં સમાવવામાં આવે છે. ઠરાવના ભાગરૂપે મહેસાણા જિલ્લાના શંખેશ્વરના ૧૧૦ જેટલા સ્થાનિક યુવાનોની રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમ પણ મંત્રીએ ઉમર્યું હતું.

 દરેક ગામને સરફેસ વોટર  માટે પ્રયાસો : કુંવરજી બાવળીયા

નવા બોર અને કુવા બનાવવા વિષયે ગૃહમાં પુછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, દરેક  ગામને સરફેસ વોટર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મંત્રી બાવળીયાએ ઉમેર્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં અમરેલી જિલ્લામાં નવા બોર બનાવવા માટે ૧૧૪ માંગણીઓ કરવામાં આવી હતી, જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીની સંવેદનશીલ સરકારે સત્વરે મંજૂર કરી નવા બોર બનાવવાની કામગીરી પૂર્ણ કરેલ છે. પુરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં મંત્રી બાવળીયા જણાવ્યું હતું કે, નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારની ૧૧,૬૮૯ લાખની વિવિધ યોજનાઓ કાર્યરત છે તથા નાણાકીય વર્ષ-૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં સોરાષ્ટ્ર-કચ્છ માટે પાણીની ભવિષ્યની રૂરિયાતને સંતોષી શકાય તે માટે  ૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યમાં બાળ મજુરી નાબુદી અંગે રાજ્ય સરકાર કટિબદ્ધ

શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું છે કે રાજ્યમાં બાળ મજુરી નાબુદી થાય તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમય બધ્ધ આયોજન કર્યું છે રાજ્યના તમામ જિલ્લાઓમાં ફોર્સની રચના કરીને બાળમજુરી અંગે સમયાનુસાર ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે અને જનજાગૃતિના પ્રયાસો પણ હાથ ધરાઈ છે. આજે વિધાનસભા ખાતે બોરસદ તાલુકામાં ઈટોના ભઠ્ઠામાં બાળમજૂરી અંગેની ફરિયાદના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ઠાકોરે ઉમેર્યું કે આણંદ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં બાળમજૂરી ચકાસણી અંગે ૨૯ સંસ્થાઓની ચકાસણી કરીને કસૂરવારો સામે થી ૧૦ એફઆઈઆર નોંધાઈ છે. તેમણે કહ્યું કે તમામ જિલ્લામાં જિલ્લા કલેકટરના અધ્યક્ષે રચાયેલ ટાસ્ક ફોર્સમાં ૧૦ થી ૧૨ ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરાયો છે જેની રીવ્યુ બેઠકો નિયમિત યોજાય છે અને જિલ્લામાં જનજાગૃતિ આવે તે માટેના કાર્યક્રમોનું સ્થાનિક કક્ષાએ આયોજન કરાય છે. આણંદ જિલ્લામાં જનજાગૃતિ માટે રૂપિયા .૭૭ લાખની ફાળવણી કરાઇ છે અને રૂપિયા .૨૭ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મોભીના આકસ્મિક નિધન માટે સહાય કરવા સંકટમોચન યોજના

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું છે કે, ગરીબ પરિવારના મોભી-મુખ્ય કમાનાર વ્યક્તિનું આકસ્મિક નિધન થાય ત્યારે તેના કુટુંબીજનોને મદદરૂ થવા રાજ્ય સરકાર દ્વારા અમલી સંકટમોચન યોજના સાચા અર્થમાં આશીર્વાદ રૂ પુરવાર થઇ રહી છે. આજે વિધાનસભા ખાતે છોટાઉદેપુર જિલ્લામાં સંકટમોચન યોજના હેઠળ ૪૨૦ લાભાર્થીઓને ૮૪ લાખની સહાય ચૂકવાઇ છે. યોજના હેઠળ પ્રતિ વ્યક્તિના મૃત્યુ સંદર્ભે ૨૦ હજારની સહાય ચૂકવાઇ છે તથા યોજનાઓના લાભ લેવા માટે મૃતકના મૃત્યુ બાદ બે વર્ષમાં અરજી કરવાની હોય છે ત્યાર બાદ સહાય મળતી નથી. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૬૧૨ અરજીઓ આવી હતી તે પૈકી ૪૨૦ અરજીઓ મંજૂર કરાઇ છે. જ્યારે ૧૯૨ અરજી નામંજૂર થઈ છે. જેમાં થી ૨૦ ના ગુણાંકમાં સમાવાને લીધે, મૃત્યુ પામનારની ઉમર ૧૮ થી ૨૦ વર્ષ ઉપરની અને સમય મર્યાદામાં અરજી કરી હોય તેના કારણે ના મંજૂર કરાઈ છે તેમ, તેમણે ઉમેર્યું છે.

(8:32 pm IST)