Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

રાજ્યમાં નગરપાલિકા-તાલુકા પંચાયતની પેટા ચૂંટણી જાહેર : 22 માર્ચે થશે મતદાન : 24મીએ મતગણતરી

અમદાવાદ : રાજ્યમાં આગામી માર્ચ મહિનામાં ચૂંટણીનો માહોલ જોવા મળશે. રાજ્યમાં ખાલી પડેલી નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠક માટે 22 માર્ચે ચૂંટણી યોજાશે. જયારે રાજ્યસભાની 4 બેઠકો માટે આગામી 26 માર્ચે ચૂંટણી યોજાશે અને આ જ દિવસે ચૂંટણી બાદ મતગણતરી યોજાશે.

  નગરપાલિકા અને તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે રાજ્યમાં ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરાઈ છે. 19 જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠક માટે અને 17 તાલુકા પંચાયત માટે 22 માર્ચે ચૂંટણી યોજાશે. જ્યારે 24 માર્ચ મતગણતરી યોજાશે.

(8:09 pm IST)