Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

વિજયનગરના ઉખલા ડુંગરી ગામે પ્રાથમિક શાળામાંથી અગાઉ કોમ્પ્યુટરની સામગ્રીની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

વિજયનગર:તાલુકાના ઉખલા ડુંગરી ગામે આવેલા પ્રાથમિક શાળામાંથી 15 દિવસ અગાઉ કોમ્પ્યુટર તથા અન્ય સામગ્રી ચોરાઈ હોવાની ફરીયાદ વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ પોલીસ આ શખ્સોને પકડવા મથતી હતી ત્યારે બુધવારે સાબરકાંઠા એલસીબીને બાતમી મળતા બે જણાને રાણી ત્રણ રસ્તા નજીકથી રૂ.૬ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બંનેની અટક કરી હતી તથા તેમાં સામેલ અન્ય ત્રણ જણાની શોધખોળ શરૂ કરાઈ છે.

15 દિવસ અગાઉ ઉખલા ડુંગરી ગામની પ્રાથમિક શાળાના રૂમનું તાળુ તોડી અજાણ્યા શખ્સોએ કોમ્પ્યુટર લેબમાંથી કેટલાક કમ્પ્યુટર અને અન્ય સાધન સામગ્રીની ચોરી કરીને અજાણ્યા શખ્સો ભાગી ગયા હતા જે અંગેની ફરીયાદ વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોધાઈ હતી દરમિયાન બુધવારે સાબરકાંઠા એલસીબીને એવી બાતમી મળી હતી કે બે શખ્સો વિજયનગરમાં કોમ્પ્યુટર વેચવા માટે ફરી રહ્યા છે પરંતુ તેમના કોમ્પ્યુટર વેચાયા નથી અને આ બંને જણા રાણી ત્રણ રસ્તા નજીક ઉભા છે.

(5:51 pm IST)