Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

અમદાવાદના ગઠિયાએ નોઈડાની કંપનીના ડિરેક્ટરને 40 કરોડની લોન આપવાના બહાને 14 લાખનો ચૂનો ચોપડ્યો

ગાંધીનગર:અત્યાર સુધી નોઈડાના ગઠીયા અમદાવાદીઓને છેતરતા હતા ત્યારે નોઈડાના વેપારીઓને ચાલીસ કરોડની લોન આપવાના બહાને અમદાવાદના ગઠીયા ૧૪ લાખનો ચુનો ચોપડી ગયા છે. જે મામલે અડાલજ પોલીસ મથકમાં નોઈડાની કંપનીના ડીરેકટરે છ શખ્સો સામે ફરિયાદ આપતાં પોલીસે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ વેપારીઓને ગુજરાત છોડી દેવાની પણ ધમકી આ ટોળકી દ્વારા આપવામાં આવી હતી. 

હાલમાં યેનકેન પ્રકારે ગઠીયાઓ કોઈને કોઈ લાલચ આપીને લોકોને છેતરી રહયા છે. દીલ્હી કે નોઈડા વિસ્તારમાંથી ગઠીયાઓ ફોન કરીને ભોળા નાગરિકોને છેતરતા હોવાના અનેક કિસ્સા બની ચુકયા છે ત્યારે નોઈડાની કંપનીને લોન અપાવાના બહાને રૂપિયાની ઠગાઈ કરાઈ છે. નોઈડામાં ઓએસીસ ગૃ્રપના ડીરેકટરોને ચાલીસ કરોડ રૂપિયાની લોન આપવાના બહાને છેતરપીંડીની ઘટના પ્રકાશમાં આવી છે જે અંગે ડીરેકટર સંજયસિંહ મીરસિંહે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમના એક મિત્રએ મેહુલ પટેલ નામના શખ્સ સાથે વાત કરાવી હતી અને ત્યારબાદ નરેન્દ્ર નામના યુવાનને સંજયસિંહની ઓફીસમાં મોકલી સર્વે કરાવ્યો હતો. 

(5:50 pm IST)