Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

નડિયાદમાં વાનચાલક દ્વારા બાળાને અશ્લીલ વિડીયો બતાવી છેડતી કરનાર નરાધમને જામીન ન આપવા લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો

નડિયાદ: શહેરમાં સ્કુલની બાળકીને વાનચાલક  દ્વારા થયેલ બદકૃત્યના પ્રશ્ને શ્રી રાષ્ટ્રીય કરણી સેના અને બાળકીના પરિવારજનોએ જિલ્લા અધિક કલેકટરને આવેદપત્ર પાઠવ્યુ છે.જેમાં તા.૨૦-૨-૨૦૨૦ ના રોજ નડિયાદ રૂરલ પોલીસ મથકે થયેલ ફરિયાદ અંગે રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.

આજરોજ રાષ્ટ્રીય કરણી સેના અને બાળકીના પરિવારજનોએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે ડભાણની સંત ઉરસુલ્લા સ્કુલના વાન ચાલક યુનુસભાઇ મોમીને શાળામાં અભ્યાસ કરતી પાંચ વર્ષની દિકરીને અશ્લીલ વિડિયો બતાવી નગ્ન ચેષ્ટાઓ કરી હતી.જે અંગે દિકરીના પરિવારજનોએ તા.૨૦-૨-૨૦૨૦ ના રોજ  નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધવી હતી. જેથી આ કેસમાં આરોપી યુનુસભાઇ મોમીનને સખતમાં સખત સજા થાય,અને કોઇ પણ સંજોગોમાં આવી વિકૃત માનસીંકતા ધરાવતા આરોપીઓને જામીન આપવામાં ન આવે તેવી રજૂઆત કરાઇ છે.

(5:49 pm IST)