Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

સુરતના કાપોદ્રામાં માનસિક તાણ અનુભવતા યુવાને ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના કાપોદ્રામાં ગઈકાલે બપોરે દેવું થઈ જવાથી માનસિક તાણ અનુભવતા યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કાપોદ્રા આવેલા કલાકુંજ સોસાયટી પાસે કર્મ સાગર સોસાયટીમાં રહેતા 42 વર્ષિય જીતેન્દ્રભાઈ ત્રીકમભાઈ કાત્રોલીયા ગઈકાલે બપોરે ઘરમાં ઝેરી દવા પી ગયા હતા ત્યારે તેમને સારવાર માટે ના પરિવારના સભ્યો ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

જીતેન્દ્રભાઈના સંબંધીએ જણાવ્યું હતું કે જીતેન્દ્રભાઈ મૂળ ભાવનગરના દરિયા ગામના વતની હતા t અગાઉ એમ્બ્રોઇડરીનું ખાતું ધરાવતા હતા પણ તેમને ધંધામાં ખોટ આવવાથી એમ્બ્રોઇડરીનું ખાતું બંધ કર્યું હતું ત્યારબાદ તેમણે એમ્બ્રોઇડરી ખાતામાં નોકરી કરતા હતા તે દરમિયાન તેમનું દેવું થઈ જવાથી વ્યાજખોરોનો ત્રાસ આપતા હતા જેથી તે ટેન્શનમાં આવીને આ પગલું ભર્યું હોવાની શક્યતા છે તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે આ અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:45 pm IST)