Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

બી.આર.સી ભવન માંડલ ખાતે ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વર્કશોપ યોજાયો

સગર્ભા માતાઓ, કિશોરીઓને એનીમિયા થવાના કારણો, અસરો અને નિવારણના પગલાઓ અંગે સમાજ અપાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકા ખાતે "એનિમિયા પ્રિવેન્શન ઇન પ્રેગ્નેન્ટ વુમન એન્ડ એડોલેશન ગર્લ" ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વર્કશોપ યોજાયો હતો.

  આ વર્કશોપમાં આઇસીડીએસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓઈસર મીનળ મહેતા, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શિલ્પા યાદવ, સી.ડી.પી.ઓ મીતા જાની, તૃપ્તિ ભટ્ટ, ડૉ.ભાવેશ રથવી, વિષ્ણુ ઉપાધ્યાય, ચેતન પટેલ, ડ્રીસ્ટીક પ્રોજેક્ટ એસોસિયેટ, ડ્રીસ્ટીક કો.-ઓર્ડીનેટર, એન.એન.એમ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

  બી.આર.સી ભવન માંડલ ખાતે ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત વર્કશોપમાં માંડલ તાલુકાની આંગણવાડી વર્કર બહેનો અને હેલ્પર બહેનો તથા આશા બહેનોને સગર્ભા માતાઓ તથા કિશોરીઓને એનીમિયા થવાના કારણો તેની અસરો અને એનીમિયાના નિવારણના પગલાઓ અંગે વિસ્તૃતમાં સમાજ આપવામાં આવી હતી.

(4:52 pm IST)