Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ધો.૧૦-૧રની પરીક્ષામાં ગેરરીતિ બાબતે કોઇપણ નાગરિક જાણ કરી શકશે

બોર્ડના ગાંધીનગરના કન્ટ્રોલરૂમમાં ફોન કરી શકાશે

અમદાવાદ, તા. ર૮ : ધો. ૧૦ અને ૧રની પરીક્ષામાં ગેરરીતિ થતી જણાય તો હવે માત્ર સુપરવાઇઝર કે શાળા સંચાલક જ નહીં પરંતુ કોઇપણ નાગરિક પણ આ મુંદ્દે ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ પર જાણ કરી શકશે. આ માટે ગાંધીનગર ખાતેની બોર્ડની કચેરીનો કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. અને ફરીયાદ માટેના નંબર પણ જાહેર કરાયા છે. બોર્ડ પરીક્ષા દરમ્યાન વર્ગખંડમાંૈ વ્યાપક પ્રમાણમાં થતી સામુહિક ચોરીનાં દુષણને ડામવા શિક્ષણ બોર્ડને પહેલીવાર આવુંૈ આયોજન કરવાની ફરજ પડી છે.

બોર્ડ કચેરીના કંટ્રોલ રૂમના નં. ૯૯૦૯૦ ૩૮૭૬૮, ૯૯૦૯૦ ૩૮૭૬૯ અને ૦૭૯-ર૩રપ૩૮૧૯ જાહેર કરાયા છે. આ નંબર પર કોઇ સામાન્ય નાગરિક ગેરરીતિ બાબતે જાણ કરી શકશે.

રાજયના ગ્રામ્ય વિસ્તારની શાળામાં વર્ગખંડમાં થતી ગેરરીતિઓ પર નિયંત્રણ મેળવવું એ બોર્ડ માટે પડકારજનક છે. જેનાથી હવે આવું વધું એક પગલું લેવામાં આવ્યું છે. જો કે ગ્રામ્ય વિસ્તારની તુલનાએ શહેરી વિસ્તારની શાળાઓમાં પરીક્ષામાં ગેરરીતિનું પ્રમાણ ઓછું હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી પ માર્ચથી અમદાવાદ સહિત રાજયભરમાં ધો. ૧૦-૧ર સાયન્સ અને કોમર્સ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. જે એકંદરે તટસ્થ, નિષ્પક્ષ અને ગેરરીતિ મુકત બને તે માટે તમામ પગલાં બોર્ડ દ્વારા વધુ કડક બનાવાયાં છે. બોર્ડની પરીક્ષામાં વિવિધ મુદ્દે મુંઝવણ અને ગૂંચવણ અનુભવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટોલ ફ્રી નંબર સાથેની હેલ્પલાઇન શરૂ થઇ ચુકી છે. તેથી વિદ્યાર્થી અને વાલીઓ ૧૮૦૦ર૩૩પપ૦૦ નંબર પર સંપર્ક કરી શકશે. ઉપરાંત માનસિક તાણા અનુભવ વિદ્યાર્થી અને વાલીઓ જીવનઆસ્થા હેલ્પલાઇન ૮૬૦ર૬ ૬ર૩૪પ નંબર પર સંપર્ક કરી શકશે.

(4:08 pm IST)