Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

કોરોના વાયરસની ઇફેકટ

ગુજરાતમાં ચાઇનીઝ ફર્નિચર-ઇન્ટિરિયર પ્રોડકટ આવતી બંધ થઇ : સ્થાનિક ઉત્પાદકોને થયો ફાયદો

પ્રીમીયમ ફર્નિચર સેગમેન્ટમાં ૭૦ ટકા પ્રોડકટ ચીનથી આયાત થતી હતી

અમદાવાદ, તા. ર૮ : ચીનમાં કોરોના વાઇરસના કારશે ઉત્પાદન અને સપ્લાય - અટકી જવાથી રાજયમાં ચાઇનીઝ ફર્નિચર તથા ઇન્ટિરિયર પ્રોડકટ્સ આવતી બંધ થઈ છે અને તેનો સીધો લાભ સ્થાનિક ઉત્પાદકોને મળી રહ્યો છે. પ્રીમિયમ સેગમેન્ટમાં ૭૦ ટકા પ્રોડકટ્સ ચીનથી આયાત થતી હતી પરતુ હાલમાં સપ્લાય અટકી ગયો છે અને સ્થાનિક સ્તરે ઉત્પાદકો સારી કવોલિટીની પ્રોડકટ્સ પૂરી પાડવા માટે પ્રયત્નશીલ છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયન ઇન્ટિરેયર ડિઝાઇનર્સ (આઇઆઇઆઇડી)ના અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન રનના પરીખે જણાવ્યું હતું કે, ચીનથી શિપમેન્ટ્સ આવતાં બંધ થઈ ગયાં હોવાથી સ્થાનિક બજારમાંથી સોર્સિંગ વધી રહ્યું છે. ચીન ભારતમાં ફર્નિચર ઉપરાંત આર્ટિફેકટ્સની મોટા પ્રમાણમાં આયાત કરતું આવ્યું છે પરંતુ કોરોના વાઇરસની વ્યાપક અસરના કારણે હાલમાં ભારતીય ઉત્પાદકો માટે તક ઊભી થઈ છે. અનેક કારીગરોને નવું કામ મળવા લાગ્યું છે અને તે સરવાળે દેશના અર્થતંત્રને લાભ કરી શકે છે. ભારતીય ફર્નિચર માર્કેટનું કદ અંદાજે ઈં ૨.૫૦ લાખ કરોડ છે અને તેમાં અસંગઠિત ક્ષેત્રનો મોટો હિસ્સો છે. પ્રીમિયમ સેગમેન્ટમાં આયાતી ફર્નિચરનું પ્રમાણ ઊંચું છે. હોમ ડેકોર કેટેગરી પણ ઝડપી વૃદ્ઘિ કરી રહી છે ત્યારે સ્થાનિક ઉત્પાદકો માટે ઘણી તક હોવાનું નિષ્ણાતો માને છે.

અમદાવાદ અને ગુજરાતના કલાયન્ટ્સ માટે ચીનથી પ્રોડકટ્સ મંગાવતા એક એજન્ટે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસની અસરના કારણે અમદાવાદમાં અનેક પ્રોજેકટ્સ વિલંબમાં મુકાયા છે કારણ કે ઓર્ડર કર્યા મુજબ માલની ડિલિવરી આવી રહી નથી. જે કલાયન્ટ્સને ઉતાવળ છે. તેઓ સ્થાનિક બજારમાંથ સોર્સિગ કરે છે. પ્રીમિયમ ફર્નિચર ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પ્રોડકટ્સમાં ચીનની પ્રોડકટ્સનો વપરાશ ૭ ટકા જેટલો ઊંચો હતો તે હાલમ ઘટ્યો છે. અનેક શો-રૂમ્સ પણ ચીનનં પ્રોડકટ્સનું વેચાણ કરતા હોય છે હાલમાં તેઓ પણ નવો સ્ટોક મેળવ શકતા નથી.

તેમણે જણાવ્યું હતું કે ચીનનં પ્રોડકટ્સની બોલબાલા હોવાનું મુખ્ય કારણ પ્રોડકટ્સનું આકર્ષક ફિનિશિંગ હોય છે. ચીનની પ્રોડકટ્સ ભારતી પ્રોડકટ્સની સરખામણીએ સસ્તી હોવ છતાં જે પ્રકારની કવોલિટી મળે છે તે મહત્ત્વની બાબત હોય છે. ગુજરાતમાં લકઝરી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પ્રોજેકટ્સમાં લાઇટ્સ, આર્ટિફેકટ્સ, કાર્પેટ અને ફર્નિચર પ્રોડકટ્સ ચીનથી આયાત થાય છે.

જોકે, અમદાવાદ ફર્નિચર એસોસિયેશન માને છે કે સ્થાનિક બજારમાંથી ડિઝાઇનર્સ દ્વારા સોર્સિંગ વધશે તો ગુજરાતમાં પણ ઉત્ત્।મ ગુણવત્ત્।ા ધરાવતી ફર્નિચર પ્રોડકટ્સનું ઉત્પાદન શરૂ થશે. એસોસિયેશનના સેક્રેટરી દિનેશ શેઠે જણાવ્યું હતું કે, ચીનથી માલ આવતો બંધ થઈ ગયો છે તેના કારણે હાલમાં સ્થાનિક બજારમાં માંગમાં ૨૦ ટકા જેટલો ઙ્કવધારો થયો છે. હાલમાં અહીં ચીન જેવી મશીનરીનો અભાવ છે પરતુ સ્થાનિક બજારમાં રો-મટિરિયલ સહિતની વેલ્યૂચેઇન તેયાર છે અને તેના કારશે પ્રોડકટ ફિનિશિંગમાં પણ સુધારો થશે.ઁ

એસોસિયેશન અંદાજે ૪૦૦ મેમ્બર્સ ધરાવે છે અને તેમાંથી ૭૦ ટકા ફર્નિચર મેન્યુફેકચરિંગ સાથે સંકળાયેલા છે. એસોસિયેશન માને છે કે વિભકત કુટુંબોની સંખ્યા વધી રહી છે અને લોકોનું જીવનધોરણ સુધરી રહ્યું છે અને અન્ય રાજયોમાંથી વધુ સંખ્યામાં લોકો ગુજરાતમાં વસવાટ માટે આવી રહ્યા છે ત્યારે આવનારાં વર્ષોમાં ફર્નિચરની માંગમાં સતત વધારો ચાલુ રહેશે.

(3:48 pm IST)