Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

રાજ્યમાં પશુ ચિકિત્સક વર્ગ-2ની 50 ટકા જગ્યા ખાલી સૌથી વધુ પશુધન ધરાવતા કચ્છમાં સૌથી વધુ ઘટ !!

વિધાનસભામાં અપાયેલ માહિતી મુજબ પશુધન નિરીક્ષક વર્ગ-3ની 60 ટકા જગ્યાઓ ખાલી

ગાંધીનગરમાં રાજ્યમાં પશુ ચિકિત્સક વર્ગ-2ની 50 ટકા જગ્યા ખાલી છે. જેમાં કુલ 580 જગ્યામાંથી 280 જગ્યા ખાલી છે. પશુધન નિરીક્ષક વર્ગ-3ની 60 ટકા જગ્યાઓ ખાલી છે.

કુલ એક હજાર 314 જગ્યાઓમાંથી 779 જગ્યાઓ ખાલી છે. સૌથી વધુ પશુધન ધરાવતા કચ્છમાં જ પશુ ચિકિત્સકની સૌથી વધુ ઘટ છે. કચ્છમાં પશુ ચિકિત્સકની 25 જગ્યાઓ ખાલી છે. ભરૂચ જીલ્લામાં પશુ ધન નિરીક્ષકની સૌથી વધુ 78 જગ્યાઓ ખાલી છે. આ માહિતી વિધાનસભામાં આપવામાં આવી હતી

(1:20 pm IST)