Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશની સટાસટી

રૂપાણી સરકારમાં હાલમાં કોઈપણ ધારાસભ્યનું માન - સન્માન જળવાતુ નથી : નીતિનભાઇનો વળતો પ્રહાર : નામ આપો, પગલા લેશુ : સીધા પ્રશ્ન ઉભા કરી બદનામ ના કરો

અમદાવાદ, તા. ૨૮ : ગુજરાત વિધાનસભામાં રાજયપાલના પ્રવચન પર પોતાના વિચારો વ્યકત કરવા ઉભા થયેલા કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે જણાવ્યુ હતું કે રાજય સરકારમાં આજે કોઈપણ ધારાસભ્યને સન્માન નથી મળતુ. પરિણામે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ પાસે માન - સન્માનની અપેક્ષા રાખે છે. આ નિવેદનથી અકળાઈ ઉઠેલા નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે આ રીતે સીધા પ્રશ્ન રજૂ કરી કોઈને બદનામ ન કરો. કયા ભિવાગમાં માન - સન્માન નથી મળતા તે મને જણાવો તો હું પગલા લઈ શકુ.

ગુજરાત વિધાનસભામાં આજે રાજયપાલના પ્રવચન અંગે પોતાના વિચારો વ્યકત કરવા માટે ઉભા થયેલા કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે એવી ટિપ્પણી કરી હતી કે રાજય સરકારના અલગ અલગ વિભાગોમાં ધારાસભ્યોને માન - સન્માન મળતુ નથી એમ કહેતા જ નીતિનભાઈ પટેલ ઉગ્ર બની ગયા હતા અને પૂંજાભાઈને તાકીદ કરી હતી કે રાજયના ધારાસભ્યોને કયા વિભાગમાં કયાં માન - સન્માન મળતા નથી તેનો લેખિત પત્ર મને આપો જેના કારણે હું તમારી માંગણીના સમર્થનમાં જવાબદાર અધિકારીઓ સામે પગલા લઈ શકુ ઉપરાંત નીતિન પટેલે ટકોર કરી હતી કે ડાયરેકટ પ્રશ્ન ઉપસ્થિત કરીને કોઈને બદનામ ન કરવા જોઈએ.

(12:53 pm IST)