Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ શરૃઃ બપોરે અમદાવાદમાં અગત્યની મીટીંગ

અમિતભાઈ ચાવડા અને પરેશભાઈ ધાનાણી હોદ્દેદારો- કાર્યકરોને સંબોધશે

રાજકોટ,તા.૨૮: અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ વખતે સૌ પ્રથમ વખત વિશેષતઃ ડીજીટલ મેમ્બરશીપ ડ્રાઈવ સાથે સભ્ય નોંધણીને વધુ વ્યાપક અને અસરકારક બનાવવાની છે. આ નવા પ્રયાસને વિશેષતઃ યુવાનોને સાથે જોડાવવા અનુરોધ કરાયો છે.આ અંગે મેમ્બરશીપ ડ્રાઈવને રાજયમાં શરૂ કરવા અંગે પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીની ઉપસ્થિતિમાં આજરોજ શુક્રવારે બપોરે ૨ વાગ્યાથી રાજીવ ગાંધી ભવન, પાલડી અમદાવાદ ખાતે અગત્યની મીટીંગમાં રાખવામાં આવેલ છે.

(11:51 am IST)