Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

જામનગર-ભાવનગરને પોલીસ કમિશ્નરેટ તંત્રમાં કેમ ન ફેરવાયા? ગાંધીનગરને પોલીસ કમિશ્નરેટ તંત્ર કેમ બનાવાયું? જાણવા જેવું

હજુ તો જાહેરનામુ પ્રસિધ્ધ થયું નથી ત્યાં ગાંધીનગરના નવા પોલીસ કમિશ્નર કોણ? આઇપીએસ વર્તુળોમાં હોટ ટોપીક : અમદાવાદનો ચોક્કસ વિસ્તાર ગાંધીનગરમાં સમાવાશેઃ ૩ થી ૪ નવા ડીસીપીઓ ફાળવાશેઃ સાઇડમાં રહેલા સક્ષમ અધિકારીઓ માટે મહત્વની તકઃ આઇપીએસ અધિકારીઓના ખાનગી ચર્ચા ચોરાની વાત

રાજકોટ, તા., ૨૮: રાજયનું પાટનગર  હોવાના કારણે દેશ-વિદેશના મહાનુભાવોના સતત આગમન, દેશ-વિદેશના ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત સહીતના વિવિધ મહોત્સવો તથા વિશ્વ પ્રસિધ્ધ અક્ષરધામના કારણે ગાંધીનગરનું આગવું મહત્વ ધ્યાને લઇ ગાંધીનગરને જીલ્લા કક્ષાએથી પોલીસ કશ્નિરેટ કક્ષામાં મુકવાનો નિર્ણય થયો છે.

બીજી તરફ ભાવનગર અને જામનગરને  પોલીસ કમિશ્નરેટ તંત્ર કેમ ન મળ્યું? તેવો  સવાલ સતત પુછાઇ રહયો છે. આનુ કારણ એ છે કે જયારે જામનગર અને ભાવનગરને પોલીસ કમિશ્નરેટ તંત્રમાં ફેરવવાનો નિર્ણય  થયો ત્યારે દ્વારકા અને બોટાદ જેવા અલગ જીલ્લા ન હતા આ જીલ્લાઓ બાદ જામનગર  અને ભાવનગરની પોલીસ હદ પહેલા જેટલી  વિશાળ રહી ન હોવાથી આ બંન્ને શહેરને પોલીસ કમિશ્નરેટ તંત્રથી વંચીત રખાયાનું  સિનીયર કક્ષાના આઇપીએસ અધિકારીઓએ  અકિલાને જણાવ્યું છે.

અમદાવાદ અને ગાંધીનગરનો વિસ્તાર કુદકે અને ભુસકે વધી રહયો છે ત્યારે ગાંધીનગરમાં આઇજી કે એડીશ્નલ ડીજી કક્ષાના અને સરકારને કોઇ ઉપર હાથ રાખવો હોય તો ડીઆઇજી કક્ષાના અધિકારીને પણ આ જગ્યાએ સમાવી લેવાશે ત્યારે નવા પોલીસ કમિશ્નરેટ તંત્રના પ્રથમ પોલીસ કમિશ્નર કોણ બનશે? તે માટે વિવિધ નામોની આઇપીએસ કક્ષાએ ચર્ચાઓ શરૂ થઇ છે.

અત્રે યાદ રહે કે મહત્વની મનાતી અમદાવાદ રેન્જના આઇજી એ.કે.જાડેજા આવતા માસે નિવૃત થવાના હોવાથી તેમની જગ્યા પર એક અન્ય રેન્જના અધિકારીને પોષ્ટીંગ મેળવવાની ગણતરી છે આજ રીતે આ બધુ શકય બને તો સૌરાષ્ટ્રના એક રેન્જ વડાને પણ બીજી રેન્જમાં જવાની ઇચ્છા છે અમદાવાદ રેન્જમાં ૧૩ એસપીઓને બઢતી મળનાર છે તે પૈકી ચોક્કસ એસપીઓને અમદાવાદ રેન્જ માટે તેઓના ગાંધીનગર સાથેના સારા સંબંધોને કારણે ઇચ્છુક છે.

ફરી મૂળ વાત પર આવીએ તો ગાંધીનગરને પોલીસ કમિશ્નર તંત્રમાં ફેરવવા માટે અમદાવાદનો કેટલોક ચોક્કસ વિસ્તાર સમાવી લેવાશે આને પરિણામે પોલીસ મથકોની હદમાં ફેરફાર થશે સાબરમતી, સોલા અને ચાંદખેડા પોલીસ વિસ્તાર ગાંધીનગર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં સમાવેશ થઇ જશે આની સાથોસાથ ગાંધીનગર પોલીસ કમિશ્નરની અંડરમાં ૩ થી ૪ ડીસીપી મુકવામાં આવશે ડીવાયએસપી કક્ષાએથી બઢતી મેળવનાર તથા હાલમાં કાર્યદક્ષ હોવા છતા બનન્ચોમાં ધકેલાયેલા એસપી કક્ષાના અધિકારીઓને પણ ફિલ્ડમાં કામ કરવાની તક મળશે.(૪.૫)

(11:38 am IST)