Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

વિવિધ આંદોલનો-મહાનુભાવોના બંદોબસ્તને કારણે લાંબા સમયથી સતત બંદોબસ્તને કારણે પોલીસ તંત્ર ત્રાહીમામ

૧૧ હજારની નવી ભરતી, સુવિધાજનક આવાસો આપવાની ગાંધીનગરની જાહેરાત મલમ જેવું કાર્ય કરે તેવો હેતુઃ લોકભાગીદારીથી ૧૧ કરોડના ખર્ચે મુકાનારા સીસીટીવીનો ઉપયોગ લોકોને હેલ્મેટ વગર પકડવામાં નહિં, ગુન્હેગારોને ઝડપવા માટે થાય તેવી વ્યાપક લોકલાગણી

રાજકોટ, તા., ર૮: છેલ્લા ઘણા સમય થયા એલઆરડી આંદોલન, છાત્ર આંદોલન, અનામત આંદોલન અને બિન અનામત આંદોલન તથા વડાપ્રધાન અને અમેરીકન પ્રમુખ ટ્રમ્પ સહીતના મહાનુભાવોની મુલાકાત  વિગેરેને કારણે રાજયનું પોલીસ તંત્ર ખડે પગે છે અને સ્ટાફ અપુરતો છે તેનો અહેસાસ હવે ગૃહ મંત્રાલયને પણ થયો હોય તેમ પોલીસ તંત્રમાં ૧૧,૦૦૦ નવી ભરતી કરવા સાથે હોમગાર્ડસની સંખ્યામાં ૪પર૮  જગ્યા વધારવાનો નિર્ણય કર્યો છે.

રાત-દિવસ જાયા વગર અને પોતાના પરીવારને સમય આપ્યા વગર લોકોની જાનમાલની સુરક્ષા માટે સતત ઝઝુમતા પોલીસ સ્ટાફને આગામી ૩ વર્ષમાં સુવિધાજનક  આવાસો આપવાનો નિર્ણય પણ ગાંધીનગર  દ્વારા કરવામાં આવતા થાકીને લોથપોથ થયેલા પોલીસ તંત્ર માટે મલમ જેવુ કાર્ય થયું છે.

અત્રે યાદ રહે કે સીએએ બીલના વિરોધમાં દેશના અન્ય ભાવો માફક ગુજરાતના અમદાવાદ-વડોદરા અને ખંભાત સહીત વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં તોફાનોની શરૂઆત થતા જ પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા અને અનુપમસિંહ ગેહલોત જેવા સક્ષમ અધિકારીઓને

   કારણે તોફાનો  વકરતા અટકી ગયા હતા. ટુંકમાં કહીએ તો  ગુજરાતનું પોલીસ તંત્ર સતત બંદોબસ્તના કારણે ત્રસ્ત બન્યું છે.

પોલીસની નવી ભરતીથી યુવાનોમાં રોજગારીની તકોમાં વધારો થશે એ બાબત પણ સરકાર માટે પોઝીટીવ બની રહેશે લોકોની સુરક્ષા માટે માનવબળ ઉપરાંત ટેકનીકલ સર્વેલન્સ કામે લગાડવા માટે ૧૧૧ કરોડ સીસીટીવી કેમેરા માટે પણ ફાળવણી કરવામાં આવી છે ત્યારે બહુમત લોકોનો મત એવો છે કે જનભાગીદારીથી  થતી આવી સીસીટીવી કેમેરા લોકોને હેલ્મેટ વગર ટ્રેપ કરવામાં ઉપયોગ કરવાના બદલે  ગુન્હેગારોને પકડવામાં વધુ ઉપયોગમાં લેવાય તો લોકોને સંતોષ થશે અને સરકારની પણ પોલીસની જેમ નામના વધશે. (૪.૪)

(11:38 am IST)