Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

મિત્ર સાથે નીકળેલી અમદાવાદની યુવતી પર હોમગાર્ડ અને ચાની કેન્ટિનવાળાનો ડીસા બસ સ્ટેન્ડમાં ગેંગરેપ !!

આરોપીઓએ અન્ય એક શખ્સ સાથે મળી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ

બનાસકાંઠા : અમદાવાદથી મિત્ર સાથે નીકળેલી એક મહિલાને ડીસા બસ સ્ટેડન્ટમાં હોમગાર્ડ અને ચાની કેન્ટીનવાળાએ ઉઠાવી અને દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ કરતા હાહાકાર મચી ગયો છે

  આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદની એક મહિલા તેના મિત્ર સાથે ઘૂણસોલ જતી હતી. પીડિત મહિલા જ્યારે રાત્રે બસસ્ટેડન્ટમાં હતી ત્યારે હોમગાર્ડ સહિતના બે શખ્સોએ ધમકી આપી અને સામૂહિક દુષ્કર્મ ગુજાર્યુ હતું

   મહિલાએ અને તેના મિત્રે આ ઘટના બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસ ડીસા બસ મથકે પહોંચી જતા લોકોના ટોળેને ટોળા એકઠાં થયા હતા. મહિલાનો અને તેની સાથે આવેલા યુવકનો આક્ષેપ હતો કે એક હોમગાર્ડ અને ચાની કેન્ટિનવાળા શખ્શે અન્ય એક શખ્સ સાથે મળી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું.

  આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ખૂબ રોષ જોવા મળ્યો હતો. પોલીસ સાથે સ્થાનિક મીડિયા પણ ડીસા બસસ્ટેડે પહોંચી ગયું હતું અને પીડિત મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ પીડિત મહિલા અને તેના સાથીને લઈને પોલીસ મથકે જવા રવાના થઈ હતી. આ ઘટનાના પગલે ડીસામાં ઉહોપોહ મચી ગયો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ડીસાથી સાચોર જવા રવાના થયેલી એક મહિલાને કેટલાક વર્ષ અગાઉ થરાદના હોમગાર્ડ ઉઠાવી અને ઝાડીઓમાં લઈ ગયા હતા અને તેના પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ફરી એક વાર ડીસામાં હોમગાર્ડના કૃત્યુથી સમગ્ર પોલીસ તંત્ર શર્મશાર થયું છે

   જોકે, આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ ન થઈ હોવાના અહેવાલો છે. હવે આ કેસમાં પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર ડીસાવાસીઓની નજર છે.

(11:32 am IST)