Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યા મામલે ચાઈનીઝ ગેંગનો સાગરીત ઝડપાયો : હજુ ત્રણ ફરાર

ઝડપાયેલ ગોવિંદ પટણીએ અન્ય ત્રણ સાગરીત સાથે મળીને છરીથી હુમલો કર્યો હતો

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યા મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય 3 આરોપીઓ ફરાર છે જેને પકડવા પોલીસે કાર્યવાહી શરુ કરી છે. પોલીસ કોન્સ્ટેબલની હત્યા પાછળ ચાઈનિઝ ગેંગ હોવાનું સામે આવ્યુ છે. ગોવિંદ પટણી શાહીબાગમાં આવેલ ચાઈનીઝ ગેંગનો સાગરિત છે. અને અગાઉ પણ અન્ય ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે.

ગોવિંદ ઉપર આરોપ છે કે તેને પોતાના અન્ય 3 સાગરિતો સાથે મળી 23 ફેબ્રુઆરીના રોજ અસારવા બ્રીજ પોલીસે એક પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર સહિત બે લોકો પર છરી વડે હુમલો કર્યો હતો અને જેમાં પોલીસ કોન્સ્ટેબલનુ સારવાર દરમ્યાન મોત થયેલ હતું પોલીસે પોલીસ કોન્સ્ટેબલના બહેનની ફરિયાદ લઈ તપાસ શરુ કરી હતી અને એક આરોપીને ઝડપી પાડ્યો છે

(11:00 pm IST)