Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

રાજ્યના બહુચર્ચિત LRD પેપરલીક મામલે ચાર આરોપીઓના જમીન મંજુર

સુનાવણી વેળાએ આરોપીઓએ જમીન અરજી કરતા કોર્ટએ ગાહ્ય રાખી

 

અમદાવાદ :રાજ્યના બહુચર્ચીત LRD પેપરલીક કૌભાડના ચાર આરોપીના હાઇકોર્ટે જામીન મંજુર કર્યા છે જસ્ટિસ .વાય કોગજેની કોર્ટમાં પેપરલીક મામલે સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં ચાર આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

  મળતી વિગત મુજબ અમદાવાદમાં સ્થિત હાઇકોર્ટમાં જસ્ટિસ .વાય. કોગજેની કોર્ટમાં પેપરલીક કૌભાંડ મામલે સુનાવણી હાથ ધરી હતી દરમિયાન આરોપીઓએ જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. અંતર્ગત આરોપી અજયસિંહ પરમાર, પ્રતિશ પટેશ અને ઉત્તમ સિંહ ભાટ્ટીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પેપરીક થયા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
  
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસક્ષક ભરતી દળનું પેપર લીક થયા પછી રાજ્ય સરકાર હચમચી ઉઠી હતી. પરીક્ષાના પેપર લીક કૌભાંડનો રેલો અરવલ્લી તરફ જોવા મળ્યો હતો, અહીંથી થોડા સમય પહેલા પેપરલીક પ્રકરણમાં ધનસુરાના વડાગામમાંથી ગાંધીનગર પોલીસે એક યુવકને ઉઠાવી જતાં ગામમાં હલચલ મચી હતી. જ્યારે ધનસુરા પોલીસે અટકાયત બાબતે કોઇ જાણકારી હોવાનું જણાવ્યું હતું.
  
તાજેતરમાં દિલ્હીની પ્રોફેશનલ ગેંગ સાથે આખુ ષડયંત્ર રચનાર સુરેશ પંડ્યાની ધરપકડ કરી છે. જેના કારણે ગુજરાતની પોલીસને કાંડની મહત્વપૂર્ણ કડી હાથ લાગી છે. સુરેશનાં સાગરિત અશ્વિન અને કેરિયર તરીકે કામ કરનાર નિલેશની પણ હવે પકડાઇ જશે

(12:36 am IST)