Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

વડોદરા રૂરલ એલસીબીનો સપાટો :કરજણ ટોલનાકા પાસે ટેમ્પોમાંથી ૭,૬૮ લાખના વિદેશી દારૂ ઝડપાયો

વિદેશી દારૂ સહીત ૧૪,૭૬ લાખના મુદામાલ સાથે બે શખ્શો ઝડપાયા

વડોદરા :કરજણ ટોલનાકા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે વડોદરા ગ્રામ્ય એલસીબીએ બે શખ્સો ઝડપી પાડ્યા હતા. નેશનલ નંબર ૪૮ પર આવેલા કરજણ ટોલનાકા પાસે વડોદરા ગ્રામ્ય એલસીબીએ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

  મળતી વિગત મુજબ ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે પોલીસે કરજણ ટોલનાકા પાસે વોચ ગોઠવી બાતમીવાળો આયશર ટેમ્પો નંબર એમ એચ ૦૭૬૯૭૦ રોકી તેની સઘન તલાશી લેતા ટેમ્પામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી ૨૩૪ બોટલ નંગ ૫૨૫૬ કિંમત રૂપિયા ,૬૮,૦૦૦ તથા ટેમ્પો કિંમત રૂપિયા સાત લાખ મોબાઇલ નંગ ત્રણ કિંમત રૂપિયા ત્રણ હજાર તથા રોકડા રૂપિયા ,૬૦૦ તાડપતરી કિંમત રૂપિયા ૫૦૦ મળી કુલ રૂપિયા ૧૪,૭૬,૧૦૦ ના મુદ્દામાલ સાથે પ્રકાશ ભવરલાલ બિશ્નોઈ ( રહે. સરનવ તા. સાચોટ જી. ઝાલોર (રાજસ્થાન) તથા કૈલાસ રઘુનાથ નાઇરહે. અરનય તા. સાચોટ જિ. ઝાલોર (રાજસ્થાન)ની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરી કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

 

(11:30 pm IST)