Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

અમદાવાદમાં દુકાનનુ લાયસન્‍સ આપવા ૭ હજારની લાંચ લેતા ઇ.ચા. શોપ ઇન્‍સ. જયેશભાઇ માંડવીયા એસીબીની જાળમાં સપડાયા

        રાજકોટઃ કન્‍સલટન્‍ટસ એજન્‍સીમા ફરજ બજાવતા એક ફરીયાદીએ ગ્રાહક તરીકે ગુમાસ્‍તા ધારાનુ લાયસન્‍સ લેવા માટે ગાંધીનગર નગરપાલિકામાં પોતાના ગ્રાહક વતી અરજી કરતા શોપ લાયસન્‍સ આપવા આરોપી જયેશભાઇ માંડવીયા દ્વારા ૭ હજારની લાંચની માંગણી કર્યાની ફરીયાદ એસીબી ટોલ ફ્રી નંબરઃ ૧૦૬૪ ઉપર  કરતા જ એસીબી દ્વારા કાર્યવાહી શરૂ કરવામા આવી હતી.

        ગાંધીનગર એસીબી એકમના મદદનીશ નિયામક એ.કે.પરમારના સુપરવિઝનમાં ગાંધીનગર એસીબી પી.આઇ. આર.એન.પટેલએ છટકુ ગોઠવી  લાંચ લેવાના આરોપસર ગાંધીનગર નગરપાલિકા કચેરી પાછળ ચાની કીટલી પાસેથી ઝડપી લેતા સન્નાટો મચી ગયો હતો. આમ એસીબી ઝુંબેશ આગળ વધી રહી છે.

 

(8:34 pm IST)