Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

આણંદ તાલુકાના રાસનોલ બસ સ્ટેન્ડ નજીક બસ સામે લાવવાની બાબતે બાઈક ચાલકે ડ્રાઈવરને ઢોરમાર મારતા ફરિયાદ

આણંદ: તાલુકાના રાસનોલ બસસ્ટેન્ડ પાસે આજે સાંજના સુમારે એક બાઈક સવારે બસના ચાલકને બસ કેમ સામે લાવ્યો તેમ જણાવીને બસના રૂટનું બોર્ડ મારીને ઈજાઓ પહોંચાડતા અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે

મળતી વિગતો અનુસાર ડાકોર એસટી ડેપોમાં ડ્રાયવર તરીકે નોકરી કરતા પરબતભાઈ ચંદુભાઈ ઠાકોર (રે. નરસિંહપુર)આજે સાંજના સુમારે વડોદરાથી પોતાની એસટી બસમાં ંમુસાફરો ભરીને શામળાજી જવા નીકળ્યા હતા. સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે રાસનોલ ગામેથી પસાર થતા હતા ત્યારે એક બાઈક ચાલકે ખાલી સાઈડના કાચ ઉપર હાથ મારીને તોડી નાંખ્યો હતો

 

 

(6:20 pm IST)