Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

અમદાવાદ આર.આર.સેલે ફતેપુરા ચોકડી નજીકથી 7 હજાર લીટર ક્રૂડ ઓઈલના જથ્થા સાથે ડ્રાઈવર ક્લીનરની ધરપકડ કરી

અમદાવાદ: રેન્જના આરઆર સેલે ગઈકાલે રાત્રીના સુમારે તારાપુર-વટામણ રોડ ઉપર આવેલ ફતેપુરા ચોકડી પરથી એક ચોરીના હજાર લીટર ક્રુડ ઓઈલ ભરેલા ટેન્કર સાથે ડ્રાયવર અને ક્લીનરને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમ્યાન તામસા ગામની ઓએનજીસીની વેલમાંથી ક્રુડ ઓઈલની ચોરી કર્યાનું ખુલવા પામતાં પોલીસે સિક્યુરિટી ગાર્ડની પણ ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લામાં પેટ્રોલીંગ કરી રહેલા આરઆર સેલના જવાનોને હકીકત મળી હતી કે, ખંભાત-તારાપુર તરફ ઓએનજીસીની વેલમાંથી ક્રુડ ઓઈલ ચોરવાનું રેકેટ ચાલી રહ્યું છે. રાત્રી દરમ્યાન વેલમાંથી ક્રુડ ઓઈલ ચોરીને ટેન્કરોમાં ભરી લઈ જવામાં આવી રહ્યું છે જેને લઈને આરઆર સેલના જવાનોએ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન હકીકત મળી હતી કે, એક ચોરીનું ક્રુડ ઓઈલ ભરેલું ટેન્કર તારાપુર-વટામણ રોડ ઉપરથી જનાર છે. જેના આધારે પોલીસે રોડ ઉપર પેટ્રોલીંગ વધારી દીધું હતુ

 

 

(6:19 pm IST)