Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

આણંદના બસ સ્ટેન્ડ પર અસામાજિક તત્વોનો આતંક: યુવતીઓને હેરાન પરેશાન કરતા પોલીસ ફરિયાદ

આણંદ:શહેરનું નવુ બસ મથક છેલ્લાં કેટલાંક સમયથી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોવાની ફરિયાદો ઉગ્ર બની છે. નવા બસ મથક ખાતે આવેલ વિવિધ સ્ટેન્ડને કેટલાંક લુખ્ખા તત્વોએ પોતાનો અડ્ડો બનાવ્યો છે અને રોજેરોજ આવા નિયત સ્થળે ટોળે વળી આવા તત્વો સ્ટેન્ડ ખાતે આવતી યુવતીઓને હેરાન-પરેશાન કરતાં હોય છે

જાહેર સ્થળો પર ધુમ્રપાન કરવાની મનાઈ હોવા છતાં કેટલાંક તત્વો ખુલ્લેઆમ બાંકડા પર બેસીને સીગારેટના ધૂમાડા કાઢતા હોય છે. સિક્યુરીટી જવાનના અભાવે લુખ્ખા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. સંબંધિત તંત્ર દ્વારા મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આવારા તત્વોને કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

 

 

(6:17 pm IST)