Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

વડોદરા:એમ.એસ. યુનિવર્સીટીમાં વોલિએન્ટર્સ તરીકે ફરજ બજાવતા વિદ્યાર્થીને માર માર્યો હોવાની ચોંકાવનારી ઘટનાથી અરેરાટી

વડોદરા:એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમા યોજાયેલી  ફૂટ પ્રિન્ટ ઈવેન્ટમાં સિનિયર વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા ફૂટ પ્રિન્ટસમાં વોલિએન્ટર્સ તરીકે ફરજ બજાવતા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે.

વિદ્યાર્થી આલમમાં ચર્ચાતી વિગતો પ્રમાણે ૨૨ થી ૨૪ ફેબુ્રઆરી દરમિયાન યોજાયેલી ફૂટ પ્રિન્ટ ઈવેન્ટમાં ફેકલ્ટીમાં વાહનોની અવર જવર પર પ્રતિબંધ હતો.આમ છતા સિનિયર વિદ્યાર્થીઓના એક જૂથે કાર લઈને ફેકલ્ટીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા તેમને વોલિએન્ટર્સ તરીકે ફરજ બજાવતા વિદ્યાર્થીઓએ અટકાવ્યા હતા.જેના કારણે સિનિયર વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.તેમણે વોલિએન્ટર્સને માર્યા હતા.જેના કારણે આયોજન સાથે સંકળાયેલા અન્ય વિદ્યાર્થીઓમાં ભારે પણ ભારે રોષની લાગણી ફેલાઈ હતી. વિદ્યાર્થીઓમાંથી કેટલાક ડીનને પણ રજૂઆત કરી હોવાનુ કહેવાય છે.દરમિયાન ફેકલ્ટીમાં અગાઉ ભણી ચુકેલા એક પૂર્વ વિદ્યાર્થી નેતાએ મામલામાં દરમિયાનગીરી કરી સમાધાન કરાવ્યુ હતુ.

 

 

(6:22 pm IST)