Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

બનાવટી વેબસાઈટ બનાવી બિલ્ડરો સાથે છેતરપિંડી આચરનાર બે સી.એ. ને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા

અમદાવાદ:ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા)ના નામથી ખોટી વેબસાઈટ બનાવીને બિલડરો અને પ્રમોટરો પાસેથી ધંધાકીય ફાયદો મેળવનારા સી..જયેશ લખવાણી સહિત બે શખ્સોની સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

બિલ્ડરો અને પ્રમોટરો પાસેથી ધંધાકીય ફાયદો મેળવનારા સીએના સાથીદારની પણ ધરપકડ

ગુજરાત રાજ્યમાં રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એક્ટના અમલ માટે ગાંધીનગરની મુખ્ય કચેરીમાં વેબસાઈટ બનાવવામાં આવી છે. વેબસાઈટ પર પ્રમોટરો તથા એજન્ટોએ તેમના રિયલ એસ્ટેટને લગતા પ્રોજેકટ રજીસ્ટ્રેશન તથા તેને લગતી માહિતી અપલોડ કરવાની હોય છે. તે સિવાય એલ..ટી અને પ્રમોટર વચ્ચેના વિવાદ અને ફરિયાદ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની વ્યવસ્થા પણ વેબસાઈટ પર છે

 

 

(6:15 pm IST)