Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

અમદાવામાં કેન્સરના દર્દીઓને ઉપયોગમાં લેવાતી દવાઓમાં ભાવમાં ઘટાડો થતા દર્દીને રાહત

અમદાવાદ: શહેરમાં કેન્સરના દરદીઓ માટે ઉપયોગમાં લેવાતી ૪૨ જેટલી નોન શિડયુલ દવાઓના ભાવમા ૮૫ ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ કરી છે. દવાઓમાં આપવામાં આવતા ટ્રેડ માર્જિનને ૩૦ ટકા સુધી સીમિત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ કેન્સરની ૫૭ જેટલી દવાઓને પ્રાઈસ કંટ્રોલ હેઠળ લાવી દેવામાં આવી છે. નિર્ણયને પરિણામે કેન્સરની સારવાર માટે વપરાતી દવાઓના ભાવમાં ૮૫ ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. નવા ભાવ આઠમી માર્ચથી અમલમાં આવી જશે. ૨૦૧૮ની સાલમાં ભારતમાં કેન્સરથી લાખ લોકો મૃત્યુ પામ્યા હોવાનું કારણ પણ નિર્ણય લેવાની મૂળમાં છે.

શિડયુલ ડ્રગની કેટેગરીમાં આવતી દવાઓ પર ૧૬થા ૧૭ ટકા માર્જિન લેવાની મર્યાદા લગાવવામાં આવેલી છે. નોન શિડયૂલ ડ્રગના ભાવમાં વર્ષે ૧૦ ટકાથી વધુનો વધારો કરવા દેવાનો પણ નિર્ણય લેવાયો છે.

 

(6:14 pm IST)