Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

માતાની સ્પર્શ દિક્ષા જીવનમાં અમુલ્યઃ પૂ.મોરારીબાપુ

અમદાવાદમાં આયોજીત ''માનસ નવજીવન'' શ્રીરામ કથાનો છઠ્ઠો દિવસ

રાજકોટ તા.ર૮: ''માતા જયારે પોતાના બાળકને સ્પર્શ કરે છે ત્યારે ગમે તેવો થાક પણ ઉતરી જાય છે અને માતા પોતાના બાળકને પ્રેમ આપે છે તેને સ્પર્શ દિક્ષા કહેવામાં આવે છે જે જીવનમાં અમુલ્ય છે'' તેમ અમદાવાદ ખાતે આયોજીત શ્રી રામકથામાં પૂ. મોરારીબાપુએ છઠ્ઠા દિવસે જણાવ્યું હતું.

કસ્તુરબાના પુણ્ય સ્મરણમાં આયોજીત  રામકથામાં પૂ. મોરારીબાપુએ ભારતીય વાયુસેનાના જવાનોને અભિનંદન આપતાં કહ્યું હતુ઼ કે, વાયુસેનાની છપ્પનની છાતીને મારા સલામ. આ કાર્યમાં જે જે લોકોની આગેવાની-નિર્ણયો  હોય એ સોૈને મારો રાજીપો પ્રગટ કરૃં છું અને આ સાચા અર્થમાં બારમું-તેરમું થઇ ગયું સાહેબ! આતતાયીનો પર્યાય છે આતંકવાદી. જો કે તલગાજરડાની કુળદેવી તો અહિંસા છે. મારી રામકથાઓ દ્વારા હું તો રોજેરોજ પ્રાસાદિક હુમલાઓ કરતો રહું છું.

પૂ.મોરારીબાપુએ ગઇકાલે કથામાં કહ્યું હતું કે વિચાર યજ્ઞના આચાર્ય ગુણવંતભાઇએ ત્રણ સદી ફટકારી છે. આગળ એક ચોથી સદી પણ ફટકારે એવો હું વિનમ્ર અનુરોધ કરૃં છું. એમણે રામાયણ (માનવતાનું મહાકાવ્ય) લખીને વાલ્મિીક કર્મ, મહાભારત (માનવ સ્વભાવનું મહાકાવ્ય) લખીને વ્યાસ કર્મ, ઉપનિષદો વિશે લખીને ઋષિકર્મ આમ ત્રણ સદી પૂર્ણ કરી છે તો હવે વિનોબાજી સમગ્ર વિનોબાજી વિશે મુનિકર્મ કરે એવી વિનંતી છે, કેમ કે એમણે વિનોબાજીને નજીકથી જાણ્યા છે.એમની સાથેના એ પદયાત્રી છે. બાપુના વરદહસ્તે ગુણવંતશાહના ગાંધીવિચારના ચાર ગ્રંથોનો હિન્દી અનુવાદ બંસીધર શર્મા દ્વારા થયો છે. એ ગ્રંથનું વિમોચન થયું હતું.

કથા પ્રવાહમાં રામજન્મના પ્રસંગની સર્વને વધાઇ જે નવજીવન દ્વારા પ્રકાશિત થયું છે. કથા પ્રવાહમાં રામજન્મના પ્રસંગની સર્વેને વધાઇ આપતા કથાવિરામ થયો હતો. કથાપૂર્વેનું સંકલન-સંચાલન ભદ્રાયુ વચ્છરાજાની તથા કવિ તુષાર શુકલએ કર્યું હતું. ગિરિશભાઇ દાણીએ પોતાના મનોભાવ રજૂ ન કરીને સમયદાન કર્યું હતું.

(3:57 pm IST)