Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

રાજ્યના ૩૭૪ સરકારી વકીલોને મુખ્યમંત્રી દ્વારા નિમણૂંક પત્રો સોંપાયો

અમદાવાદ તા.ર૮: રાજ્યના ૩૭૪ સરકારી વકીલોને નિમણૂંક પત્રો સોંપવામાં આવ્યા હતા. મુખ્યમંત્ર વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે જણાવેલ કે, સરકારી વકીલો ઉપર રાજ્યના લોકોનો વધુ વિશ્વાસ હોય છે.

ગાંધીનગરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં શ્રી રૂપાણીએ ૩૭૪ એ.પી.પી. (સરકારી વકીલો)ને નિમણૂંક પત્રો સોંપતા જણાવેલ કે, લોકોનો વિશ્વાસ સરકારી વકીલો ઉપર જળવાઇ રહે તે માટે સરકારી વકીલોએ પણ પોતાની તે રીતની ઓળખ ઉભી કરવી જોઇએ.

આ પ્રસંગે કાનુન મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સરકારી વકીલો સરકારના એમ્બેસેડર બનીને લોકોના હિતમાં કામ કરતા હોય છે.આ પ્રસંગે ગુજરાત બાર. કાઉન્સીલના અનિલભાઇ કૈલ્લા, ભરતભાઇ દવે તથા અન્યો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(3:38 pm IST)