Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

દહેજ : મેઘમણી ઈન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ : ચાર દાઝ્યા : બે ગંભીર

અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ બાદ બે કામદારોની હાલત ગંભીર જણાતા બરોડા ખસેડાયા

દહેજ સેઝ એકમાં આવેલ મેઘમણી કંપનીમાં કોઈક કારણસર બ્લાસ્ટ થયો હતો.જેમાં આગની ચપેટમાં ચાર કામદારો આવી ગયા હતા.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અંકલેશ્વર ખસેડવામાં આવ્યા હતા.

 આ  મુજબ વાગરાના દહેજ સેઝ એકમાં આવેલ મેઘમણી ઈન્ડસ્ટ્રીઝમાં સાંજના સમયે કોઈક કારણસર બ્લાસ્ટ થવા પામ્યો હતો.જેમાં ચાર જેટલા કામદારો આગની ચપેટમાં આવી ગયા હતા. ઈજાગ્રસ્ત કામદારોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જ્યાં બેની હાલત નાજુક હોવાથી તેમને બરોડા ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા હોવાની માહિતી સાંપડી છે.ઘટના ને પગલે દહેજ પોલીસ દોડી ગઈ હતી.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:56 am IST)