Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સોરણા પાટિયા નજીક કપડવંજ પોલીસે વોચ ગોઠવીને 20.40 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ની અટકાયત કરી

 

કપડવંજ:શહેર પોલીસે સોરણા પાટીયા પાસે વોચ ગોઠવીને શાકભાજીના પોટલાની આડમાં છુપાવીને લવાયેલા ૨૦.૪૦ લાખનો વિદેશી દારૂ ભરેલી એક ટ્રકને ઝડપી પાડીને બે શખ્સો વિરૂધ્ધ પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે

મળતી માહિતી મુજબ કપડવંજ પંથકમાંથી વિદેશી દારૂની હેરાફેરી મોટાપાયે થતી હોવાની માહિતી કપડવંજ ટાઉન પોલીસને હતી.જેથી કપડવંજના ડીવાયએસપીની દોરવણી હેઠળ પોલીસે તપાસ હાથ ઘરતાં એવી માહિતી મળી હતી કે, કપડવંજના સોરણા પાટીયાથી મોટા જથ્થામાં વિદેશી દારૂ ભરીને એક ટ્રક રાત્રિના સુમારે રવાના થનાર છે. જેથી પોલીસ અધિકારીઓ સ્ટાફ સાથે સોરણા પાટીયા ચાર રસ્તે વોચમાં ગોઠવાઈ ગયાં હતાં. રાત્રિના લગભગ ૧૨-૧૦ કલાકે ટ્રક . એચઆર ૬૨ ૪૭૦૯ આવી ચઢતાં પોલીસે ટ્રકને રોકી હતી. અને તેમાં બેઠેલા ડ્રાઈવર-કંડક્ટરને પકડી પાડ્યાં હતાં. પુછપરછ કરતાં ડ્રાઈવરનું નામ હરમનદિપસિંગ કર્નલસિંગ ઈન્દ્રસિંગ જટ્ટ (રહે-બલદેવનગર તા-અંબાલા, હરીયાણા) તથા ક્લિનર પાલારામજી કશ્મીરચંદ ઓડ (રહે-ફતેહાબાદ, હરીયાણા) હોવાનું બહાર આવ્યું હતું

 

 

(5:17 pm IST)