Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ગુજરાતમાં સતત બીજા દિને હળવો વરસાદ : ઠંડી યથાવત

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૭.૩ ડિગ્રી રહ્યું : હળવો વરસાદ જારી રહી શકે છે : ખેડૂતો ચિંતાતુર દેખાયા

અમદાવાદ, તા.૨૭ : અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પૂર્વીય રાજસ્થાન ઉપર સર્જાયેલી છે જેના કારણે આજે સતત બીજા દિવસે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થયો હતો. હવામાન વિભાગ તરફથી હજુ પણ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૭.૩ ડિગ્રી રહ્યું હતું. આવતીકાલે પારો ૧૬ ડિગ્રી સુધી પહોંચી શકે છે. કેટલાક પાક હવે લણવાની સ્થિતિમાં છે તેવામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હોઈ નુકસાન થવાની સંભાવનાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. હવામાનખાતાની આગાહી મુજબ, આવતીકાલે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઠંડીનું જોર વધશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૨૯.૫ અને લઘુત્તમ તાપમાન ૧૭.૩ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં પારો ૧૬ ડિગ્રી રહ્યો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી રહ્યું હતું. લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હોવા છતાં આજે વાતાવરણમાં પલટા વચ્ચે અમદાવાદમાં ધુળભરેલી આંધી ચાલી હતી. લઘુત્તમ તાપમાનમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજસ્થાનમાં સર્જાયેલા હવાના નીચા દબાણના કારણે સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાશે. જ્યારે આવતીકાલે ઠંડીમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવી છે.  ગુજરાત સહિત રાજ્યભરમાં હવામાન પલટાની અસર જોવા મળી હતી. ગઇકાલે મંગળવારના દિવસે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. અમદાવાદમાં આકાશમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ધૂળ ભરેલી આંધી પણ ચાલી હતી. રાજ્યના વાતાવરણમાં પલ્ટો આવતાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંધી અને પવન સાથે વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સુસવાટા મારતા પવન સાથે આંધી ચાલી હતી.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૨૭ : રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા રાજયના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારોમાં માવઠાનો વરસાદી માહોલ સર્જાયો હતો. લઘુત્તમ તાપમાન નીચે મુજબ છે.

શહેર

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૭.૩

ડીસા

૧૪.૪

ગાંધીનગર

૧૬

વીવી નગર

૧૮

વડોદરા

૧૭.૪

સુરત

૨૦

પોરબંદર

૧૯.૧

રાજકોટ

૧૮.૨

સુરેન્દ્રનગર

૧૯.૪

ભુજ

૧૬.૭

નલિયા

૧૫

કંડલા એરપોર્ટ

૧૮.૫

કંડલા પોર્ટ

૧૮

 

(9:47 pm IST)