Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ગુજરાતની ગાર્ગી પટેલને બ્રિટિશમાં મેમ્બર ઓફ ઓર્ડર મળ્યું : પ્રિન્સ ચાર્લ્સે એવોર્ડ એનાયત કર્યો

ગાર્ગી પટેલ બ્રિટીશ સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની લંડન ઓફિસમાં કાર્યરત

ગુજરાતમાં જન્મેલા ગાર્ગી પટેલને લંડનમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. બિન નિવાસી ગુજરાતી મહિલા ગાર્ગી પટેલને બ્રિટીશ સામ્રાજ્ય દ્વારા ચર્ચિત મેમ્બર ઓફ ઓર્ડર પુરસ્કાર એનાયત કરાયો છે.

ગાર્ગી પટેલ બ્રિટીશ સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની લંડન ઓફિસમાં કાર્યરત છે.

   સતત બે દાયકા સુધી કોમ્યુનિટી એન્ગેજમેન્ટ અને ઇમિગ્રેશનનાં ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ ગાર્ગીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. લંડનનાં રોયલ પેલેસમાં પ્રિન્સ ચાર્લ્સે ગાર્ગી પટેલને આ એવોર્ડ આપ્યો હતો.

   ગાર્ગી પટેલનાં પતિ જ્યોતિન્દ્ર પટેલ અવસાન પામ્યા છે. ગાર્ગી ગુજરાતનાં આણંદ જિલ્લાનાં કરમસદનાં વતની છે. તેમનાં માતા-પિતાનું નામ માંડા પટેલ અને બિપીન પટેલ છે. તેઓ વર્ષ 2002થી લંડનમાં કાર્યરત છે. તેમનાં સઘન પ્રયાસો ને કારણે જ વોલંટરી ડિપાર્ચરની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. જેનાં કારણે યુકેને લગભગ 25 લાખ પાઉન્ડની બચત થઈ છે.

 મીડિયા સાથેની વાતચીતમાં ગાર્ગીએ જણાંવ્યું કે મારા પરિવાર સાથે રોયલ પેલસની એવોર્ડ સેરેમનીમાં શામેલ થવું એ મારા માટે શાનદાર અનુભવ છે.

(12:09 am IST)