Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

વાવના અસારા લોદ્રાણી કસ્ટમ રોડ પર વિદેશી દારૂ ભરેલી કાર પલ્ટી ખાધેલી મળી :2 લાખથી વધુનો મુદામાલ કબ્જે

વાવ  તાલુકાના અસારા લોદ્રાણીના કસ્ટમ રોડ પર વગર નંબર પ્લેટવાળી સેલવોલેટ ગાડી પલ્ટી ખાધેલી હાલતમાં પડી હતી. જેના પર બી.એસ.એફ.ના એક જવાનની નજર પડતાં તેણે તાત્કાલીક વાવ પોલીસને જાણ કરતાં વાવ પી.એસ.આઇ. જી.કે.જાડેજા, પો.કો. પ્રદીપભાઇ, દજાભાઇ, અમરસિંહભાઇ તેમજ પોલીસ મિત્રો ઘટનાસ્થળે પહોંચી તલાશી કરતાં નંબર પ્લેટ વગરની ચેસીસ નંબરવાળી પલ્ટી ખાધેલી હાલતવાળી કારમાંથી વિવિધ બ્રાન્ડવાળી વિદેશી દારૂની બોટલો નંગ-૧૦૩૪ કિંમત રૂ. ૧,૦૩,૪૦૦ તેમજ કારની કિંમત રૂ. ૧,૦૦,૦૦૦ કુલ કિંમત રૂ. ૨,૦૩,૪૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે લઇ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(10:57 pm IST)