Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

અમદાવાદના તમામ પોલીસ મથકમાં બુલેટપ્રુફ જેકેટ અને હેલ્મેટ સાથે બે હથિયારધારી ગાર્ડ તૈનાત રખાશે

તમામ પોઇન્ટ પર પીએસઆઇ સાથેની ટીમ સ્ટેન્ડ ટુ;વાહનોનું સઘન ચેકીંગ

અમદાવાદ :દેશભરમાં હાઈ એલર્ટ વચ્ચે અમદાવાદ પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે જેમાં તમામ પોલીસ સ્ટેશનમાં બુલેટપ્રૂફ જેકેટ અને હેલમેટ સાથે બે હથિયાધારી ગાર્ડ રખાયા છે. જે સંકટ સમયે મદદમાં આવી શકશે.

  આ સાથે તમામ પોઇન્ટ પર પીએસઆઇ સાથેની ટીમ સ્ટેન્ડ ટુ રાખીને એસીપી ડીસીપી દ્વારા સતત પોઇન્ટ ચેક કરાશે. એક એક શંકાસ્પદ વાહનોને ચેક કરવા સૂચના આપી દેવાઇ છે. આ સાથે તમામ પોઇન્ટ પર પણ હથિયારધારી ગાર્ડ તહેનાત કરાયા છે. આ માટે પોલીસ હેડક્વાર્ટરથી જરૂરી હથિયાર, બુલેટપ્રૂફ જેકેટ – હેલ્મેટ અપાયા છે.

(9:36 pm IST)