Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જંબુસર ગામમાં એક પરીણિતાને પતિ, સાસુ-સસરા-નણંદનો ત્રાસઃ ૪ મહિનાથી પિયરમાં મુકામ: ભરૂચ મહિલા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાઇ

 ભરૂચ, તા. ર૮,  સમાજની બેઠકમાં જ સસરાએ પુત્રવધુને પતિ નપુંસક છે તો શું થયું અમે તને છોકરા પેદા કરાવી આપીશુંનો કિસ્સો ભરૂચ મહિલા પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદમાં સામે આવ્યો છે.

જંબુસર તાલુકાના એક ગામની યુવતીના લગ્ન ગત 14 મે 2022 ના રોજ સમાજના રીતિરિવાજ મુજબ વડોદરાના વાસણા ભાયલી રોડ ઉપર રહેતા યોગેશ પરમાર સાથે થયા હતા.

લગ્નની પેહલી રાતે જ પતિએ પત્નીને તું મને ગમતી નથી. જોઈતી નથી તારા ઘરે જતી રહે કહ્યું હતું. જેના ચાર પાંચ દિવસ બાદ કપલ ગોવા હનીમૂન ઉપર ગયું હતું. જ્યાં પતિએ પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દઈ તમાચો મારી દીધો હતો.

દરમિયાન સાસરિયા પરિણીતાને એક યા બીજી રીતે કનડગત કરી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. જ્યારે પતિ પત્ની તરીકેનું સુખ અને માન સન્માન આપતો હતો. રોજે રોજ વનસતી જતી વાતો વચ્ચે સસરા, સાસુ, નણંદનો અને આ લોકોની ચઢામણીથી પતિનો પણ ત્રાસ વધતો જતો હતો.

અંતે પાદરા ખાતે સમાજના આગેવાનોની હાજરીમાં બેઠક મળી હતી. ત્યારે સસરા ઈશ્વર મોરારભાઈ પરમારે મારો છોકરો નપુંસક છે તો શું થયું તેવો જાહેરમાં ફોડ પાડી દીધો હતો. સસરાએ એટલેથી નહિ અટકી જાહેરમાં જ પરિણીતાને અમે તને છોકરા પેદા કરાવી આપીશું નું પણ સંભળાવી દીધું હતું. દિકરો નપુંસક છે તો શું થયું અમે તને છોકરા પેદા કરાવી આપીશું, સસરાએ પુત્રવધુને સમાજની બેઠકમાં કહેતા સમાજના આગેવાનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

સાથે જ સાસુ કુસુમ બેનેએ તું તારા બાપના ત્યાંથી 10 લાખ લઈ આવ નહીં તો તારે નોકરાણીની જેમ કામ કરવું પડશે તેમ કહ્યું હતું. નણંદ મનીષા પણ સાસરીમાં જ રેહતી હોય પરિણીતાને નોકરાણીની જેમ રાખી અપશબ્દો બોલતી હતી.

યુવતી પિતાને ફોન કરતા તેમને પતિ તમારી છોકરી લફરાવાળી છે, મારે રાખવી નથી. મારે છુટા છેડા જોઈએ છે. કહી પિતા સાથે પણ વાત કરવા દેતો નહિ. અંતે પરિણીતા કંટાળી પિયર આવી ગઈ હતી. અને પતિ તેમજ સાસરિયા સામે ભરૂચ મહિલા પોલીસ મથકે શારીરિક, માનસિક ત્રાસ તેમજ દહેજની ફરિયાદ નોંધાવી છે.

(9:57 pm IST)