Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ધંધૂકામાં યુવકની હત્યા કરનારાઓને ફાંસીની સજા આપવા માંગણી : બારડોલીના હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપ્યું

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો દ્વારા આસિસ્ટન્ટ કલેક્ટર સ્મિત લોઢાને આવેદનપત્ર આપી આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરી

બારડોલી :ધંધુકામાં એક યુવાનની થયેલી હત્યાના પડઘા બારડોલીમાં પણ પડ્યા હતા. બારડોલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો દ્વારા બારડોલીના આસિસ્ટન્ટ કલેક્ટર સ્મિત લોઢાને આવેદનપત્ર આપી આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરવામાં આવી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર ગત 26મી જાન્યુઆરીના રોજ અમદાવાદ તાલુકાના ધંધુકા તાલુકામાં રહેતા કિશન શિવાભાઈ બોડિયા નામના યુવકની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. કિશને એક ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરી હોવાને કારણે આ હત્યા કરાય હોવાનું માનવામાં આવે છે. બારડોલીમાં આ મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો તેમજ માલધારી સમાજના આગેવાનો બારડોલી તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને બારડોલીના આસિસ્ટન્ટ કલેક્ટર કિશનભાઈ શિવાભાઈ બોડિયાની હત્યાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે એવી માગ કરવામાં આવી હતી.

(9:56 pm IST)