Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

નવસારી જિલ્લામાં વળતર કૌભાંડમાં SIT રચાઈ : જમીન માફિયા વિરુધ્ધ લોકો આગળ આવ્યા 700 જેટલી અરજી

કેટલાક ભૂ માફિયાઓએ જમીન સંપાદન અંતર્ગત ખોટા દસ્તાવેજો અને ખાતેદારો ઉભા કરીને વળતર મેળવ્યું હોવાની રાવ ઉઠી :ફરિયાદો સીધી ગાંધીનગર થતા ખળભળાટ મચી ગયો:સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા તમામને પાંજરે ધકેલવા માટે પોલીસ મેદાનમાં કોઈ પણ ચમરબંધીને પોલીસ છોડશો નહી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયએ આજે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કર્યું હતું જિલ્લા પોલીસ ભૂ માફિયાને છોડશો નહી તેવો પોલીસે સંકેત આપ્યો હતો

નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન અને વડોદરા- મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે ખેડૂતો એ પોતાની જમીન આપી હતી. જે બાદ સરકાર પાસે વળતર મેળવ્યું છે. ત્યારે કેટલાક ભૂ માફિયાઓએ જમીન સંપાદન અંતર્ગત ખોટા દસ્તાવેજો અને ખાતેદારો ઉભા કરીને વળતર મેળવ્યું હોવાની રાવ ઉઠી હતી. જેની ફરિયાદો સીધી ગાંધીનગર થતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે મહેસુલ મંત્રીએ પત્રકાર પરિષદ યોજીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જેને લઈ આ તમામને ઝડપી પાડવા SITની રચના કરવામાં આવી છે.

નવસારી પોલીસે આ સમગ્ર મામલે અરજી લેવા માટે પોતાના દ્વાર ખુલ્લા કરતા આ સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધી કુલ 17 અરજીઓ આવી છે. જેમાં ખોટા પાવર ઓફ એટર્ની દસ્તાવેજો અને અન્ય કાગળ ઊભા કરીને ખાતેદાર બની પૈસા ઉપાડ્યા હોય તેવી હકીકત સામે આવી છે. આ સમગ્ર પ્રકરણમાં રેન્જ આઈ.જી.ની ટીમ દ્વારા કેટલાક ભૂ-માફિયાઓને ઝડપી પાડ્યા અને હજુ અનેકની શોધખોળ શરૂ છે.મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા તત્વો સામે સખ્ત કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જેને લઇને અત્યાર સુધી કુલ બે SITની રચના કરવામાં આવી છે. જેમાં એક રેંજ આઈજીની ટીમ તપાસ કરશે. નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા SITની રચના કરવામાં આવી છે. આ બંને ટીમોનું મોનીટરીંગ નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવશે.

 આ સમગ્ર પ્રકરણની માહિતી આપવા માટે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી પોલીસ વડાએ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જમીનને લગતી કુલ 700 જેટલી નાની મોટી ફરિયાદો પોલીસને મળી છે. જેની સ્ક્રુટીની કરીને તેમાંથી જમીન સંપાદનની અરજીઓ અલગ તારવવામાં આવશે અને આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા તમામને સળિયા પાછળ ધકેલવા માટે પોલીસ સક્રિય થઈ છે કોઈ પણ ચમરબંધીને પોલીસ છોડશો નહીં

(7:06 pm IST)