Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

સુરતના રાંદેર વિસ્તારમાં સાડી-કાપડની દુકાનનું શટર ઊંચું કરી 1.35 લાખની ચોરી કરી તસ્કરો છનનન.

સુરત: શહેરના રાંદેર રામનગરમાં બુધવારની રાત્રી દરમિયાન તસ્કરો સાડી-કપડાંની દુકાનનું શટર ઊંચું કરી રોકડા રૂ.1.35 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘરમાં રીનોવેશન કામ ચાલુ હોય વેપારીએ પૈસા ઘરે લઈ જવાને બદલે દુકાનના કેશ કાઉન્ટરના ડ્રોઅરમાં રાખ્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રાંદેર રામનગર ગોકુલ રો હાઉસ પ્લોટ નં.13 માં રહેતા 49 વર્ષીય પ્રતાપભાઇ નાનેકરામ ગોકલાણી રાંદેર રામનગર નીજધામ આશ્રની સામે ક્રિષ્ના ફેશન નામની સાડી-કપડાંની દુકાન ધરાવે છે. છેલ્લા બે મહિનાથી તેમના ઘરમાં રીનોવેશનનું કામ ચાલુ હોય તે પરિવાર સાથે હાલ દુકાનની ઉપર રૂમ નં.200 પહેલા માળે ભાડેથી રહે છે. ગત સવારે 10 વાગ્યે તે દુકાન ખોલવા ગયા ત્યારે શટર વચ્ચેના ભાગેથી થોડું ઊંચું હતું. તાળું ખોલી તે અંદર ગયા તો કેશ કાઉન્ટરના ડ્રોઅરના ખાના ખુલ્લા હતા.ઘરમાં રીનોવેશન ચાલુ હોય તે આગલા દિવસે રોકડા રૂ.1.35 લાખ ઘરે લઈ ગયા નહોતા અને તે કેશ કાઉન્ટરના ડ્રોઅરના ખાનામાં મુક્યા હતા.તે રકમ નજરે નહીં ચઢતા પ્રતાપભાઈએ બાદમાં રાંદેર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:15 pm IST)