Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

બોડેલી:14 વર્ષીય કિશોરીને યુવકે પ્રેમજાળમાં ફસાવી ડુંગરમાં લઇ જઈ દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુધ્દ ગુનો દાખલ

બોડેલી : શાળાએ જતી ૧૪ વર્ષની કિશોરીને એક યુવકે બળજબરીથી  બાઇક  ઉપર બેસાડી ડુમા ગામ પાસે આવેલા બસકેરીયા નામના ડુંગરના જંગલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ. છેલ્લા બે વર્ષથી અવાર નવાર કિશોરીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતા  પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.  ગત તા.૨૫ના રોજ કિશોરીએ બપોરના સમયે તેની માતાને ફોન પર જણાવ્યુ હતુ કે, આજ રોજ હું   ચાલતી  સ્કૂલમાં જતી હતી. તે દરમ્યાન રસ્તામાં  જાંબુઘોડા તાલુકાના લફણી ગામના સચીન શાંતિલાલ ભાઇ બારીયાએ મને ધમકી આપેલી કે તું મારી સાથે  બાઇક ઉપર નહી આવે તો તારા મારી સાથેના  ફોટા વાયરલ કરી દઇશ અને તને બદનામ કરી દઈશકિશોરીને  બાઇક  ઉપર બળજબરી થી બેસાડી બોડેલીની બાજુ ડુમા પાસે આવેલા બસકેરીયા નામના ડુંગરના જંગલમાં લઇ જઈ ત્યાં કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. તે પછી સગીરાને છોડી નાસી ગયો હતોસગીરાની રૂબરૂમાં પણ પુછપરછ કરતા તેણે જણાવેલુ કે લફણી ગામનો સચીન બારીયા છેલ્લા બે વર્ષથી તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ કરતો હતો. સગીરા ના પાડે તો ફોટો વાયરલ કરી દઇ બદનામ કરી દેવાની ધમકી આપતો હતો. સગીરાએ તેના માતા પિતાને ઘણીવાર સચીન બારીયા નામનો યુવાન અવાર-નવાર હેરાન કરતો હોવાનુ જણાવ્યુ હતુ. જેથી સગીરા છેલ્લા એક મહીનાથી તેના મામાના ઘરે  રહેતી હતી. અને ત્યાંથી ભણવા માટે આવતી હતી.સગીરાની કેફીયત બાદ તેની માતાએ સચિન બારીયા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:13 pm IST)