Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ડીવાયએસપી બદલીના હજુ બે ઓર્ડર બહાર પડશે, પ્રમોશન હોવાથી ઘણાને પ્રતિક્ષામાં રાખ્યા છે,આઇપીએસ લીસ્ટ ફાઇનલ કરવા મથામણ

૪ વર્ષથી વધુ સમયથી એક સ્થળે રહેલ કેમ ન બદલાયા? ઘણા નિમણુક વગર કેમ રહ્યા? આઇપીએસ બદલીમાં શું ચાલે છે,? આ રહ્યા જવાબ : દિલ્હીથી નામ મંજૂર કરાવવાને બદલે પ્રથમ વખત દક્ષિણ ગુજરાત અને આઇએએસ સલાહકાર સાથે મળીને ચૂંટણી સંદર્ભે તમામ બાબતો વિચારી લીસ્ટ ફાઇનલ કરે તેવી જોરદાર ચર્ર્ચા

 રાજકોટ તા.૨૮, રાજ્ય પોલીસ તંત્રમાં લાંબા સમયથી જેની ચાતક નજરે રાહ જોવાતી હતી તેવા બદલી હુકમો પૈકી ડીવાયએસપી લેવલના ૫૮ હુકમો બહાર પાડવામાં આવ્યા બાદ ઘણાને નવાઈ લાગી કે ૪ વર્ષથી વધુ  એક જિલ્લા અને શહેરમાં ફરજ બજાવતા અધિકારીઓના હુકમો કેમ બાકી રહ્યા, બીજો સવાલ ઘણાને અધિકારીઓને પોસ્ટીગ બાકી કેમ રખાયા આ સવાલનો જવાબ એ છે કે ડીવાયએસપી લેવલે હજુ બે ઓર્ડર આવશે, જેમને કોઈ નિમણુક આપ્યા વગર રાખ્યા છે તેનું કારણ એ છે કે તેમના પ્રમોશન છે.                    

 ઘણા જિલ્લાઓમાં બદલી પાત્ર છ કે સાત અધિકારીઓ છે જેમાં હજુ બે બદલાયા અને પાંચ બાકી, હવે ચાલુ વર્ષના અંતે વિધાન સભાની ચૂંટણી હોવાથી આ બધાને બદલવા ફરજિયાત હોવાથી અને આ સંખ્યા મોટી હોવાથી હજુ બે ઓર્ડર નીકળશે તેમ સૂત્રો જણાવે છે. આ ઉપરાંત એક શહેર અને જિલ્લાઓમાં ૫, વર્ષથી સતત ફરજ બજાવતા પીઆઇની યાદી સહિત તેમના વિશે અન્ય માહિતી સાથે પણ લીસ્ટ ત્યાર કરવામાં આવી રહ્યા છે.                    

આઇપીએસ લેવલે વાત કરીએ તો વિધાનસભા ચૂંટણી ધ્યાને રાખી તથા પલટાયેલા સંજોગો ધ્યાને રાખી જે લીસ્ટ તૈયાર કરવામાં આવેલ છે, તે લીસ્ટ સાથે મળી તેને અંતિમ મોહર મારવા માટે કવાયત ચાલે છે, ચૂંટણીઓ ધ્યાને રાખી સારી છાપ ધરાવતા અને કડક હાથે કામ લેવાની ક્ષમતા સાથે બિન જરૂરી વિવાદ પેદા ન કરે તેવા અફસરો પ્રયોરિટીમાં  રહશે. અમુક અધિકારીઓની માંગણી જુદા જુદા બે - ત્રણ સ્થળેથી આવી છે, આવા સંજોગોમાં બધાને પૂછપરછ કરી એક સ્થળ ફાઇનલ કરશે, કોઈ સહમતિ નહિ સધાય તો ડાયરેકટ લીસ્ટ મુજબ સુપર પાવર ધરાવતા લોકો દ્વારા નિર્ણય કરશે, ફિલ્ડ માટે તમામ રીતે લાયક હોવા છતાં ચોક્કસ કારણોસર સાઇડલાઈન રહેલ અધિકારીઓની કાર્યક્ષમતાનો ઉપયોગ સારી રીતે કરવા પણ રણનીતિ ત્યાર કરવામાં આવી રહી છે. બદલી અને નિમણૂકમાં આ વખતે દિલ્હી દરબારને બદલે દક્ષિણ ગુજરાત રાજ્ય સરકારના સલાહકાર આઇએએસ મળી નિર્ણય કરી નવી પ્રણાલી સ્થાપે તો પણ નવાઈ નહિ ગણાય.

(12:42 pm IST)