Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ગુજરાતમાં ઔદ્યોગિક દુર્ઘટનાઓનું સત્ય બહાર લાવવા કોંગ્રેસ દ્વારા સત્ય શોધક સમિતિની રચના

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાના કન્વીનર પદે કોંગ્રેસના ધારાસભ્ય, સાંસદો જમીન પરની પરિસ્થિતીનું મુલ્યાંકન કરવા અસરગ્રસ્ત પરિવારો અને નાગરિકોને મળશે : રાજ્યની ૩૧,૫૦૦થી વધુ ફેકટરીઓને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સરકારના મળે છે આશીર્વાદ : સાચી માહિતીનો રિપોર્ટ સાત દિવસમાં થશે તૈયાર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨૮ : ગુજરાતમાં ૩૧,૫૦૦થી વધુ ઉદ્યોગો ધમધમે છે અને તેના દ્વારા નીતિનિયમોનો ભંગ કરીને પ્રદૂષણ ફેલાવવા સહિત અનેક કામદારોના પણ મોત બેદરકારીને લીધે નીપજી રહાં છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સત્યશોધક સમિતિની રચના કરવામાં આવી છે અને આ સમિતિ દ્વારા સ્થાનિક લેવલના લોકો સહિત કામદારોને મળીને રિપોર્ટ તૈયાર થશે અને તેના આધારે જરૂર જણાય ત્યાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ઔદ્યોગિક અકસ્માતો જીવલેણ બન્યા

પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોષીએ જણાવ્યું હતું કે રાજયમાં વધતા જતા ઔધોગિક જીવલેણ અકસ્માતો, પ્રદૂષણને લીધે નાગરિકોના જીવન સામે જોખમ સહિતના મુદ્દે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્ય, સાંસદની સત્યતા શોધક (ફેકટ ફેન્ડીંગ) સમિતિની રચના કરીને શ્રમિકોના ન્યાય માટે લડત કરવાની જાહેરાત કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૩૧,૫૦૦થી વધુ ફેકટરીઓ છે જે ૧૬.૯૩ લાખથી વધુ કામદારોને રોજગારી આપે છે. સુરત જિલ્લામાં ઔધોગિક એકમોમાં સૌથી વધુ કામદારોના મૃત્યુ થયા છે. મોટાભાગના કામદારો ઓડિશા, બિહાર અને ઉત્ત્।રપ્રદેશના સ્થળાંતરિત છે. સચિન જી. આઇ.ડી.સી.માં લગભગ ૫૦ ટેકસટાઇલ ડાઇંગ અને પ્રિન્ટીંગ મિલો અને ૪૦થી વધુ કેમિકલ યુનિટ અને કેટલાક પાવરલૂમ યુનિટ છે. અહેવાલો દર્શાવે છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આશીર્વાદથી ફરજિયાત કોમન એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જોખમી કેમિકલની ટ્રીટમેન્ટ કર્યા વિના ઝેરી રાસાયણિક કચરાથી ભરેલી ૫-૬થી વધુ ટ્રકો ગેરકાયદેસર રીતે દરરોજ શહેરના ગટરોમાં ખાલી કરવામાં આવે છે. યુનિટના માલિકો અને જી.આઈ.ડી.સી. સત્ત્।ાધીશો વચ્ચેની સાંઠગાંઠને કારણે સત્ત્।ાવાળાઓ જાણી જોઇને આંખ આડા કાન કરી રહ્યાં છે.

સમિતિ કરશે તપાસ

કોગ્રેસ પક્ષએ ઔદ્યોગિક સલામતિ, પર્યાવરણ મુદ્દે કોંગ્રેસ પક્ષના પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાના કન્વીનરપદે ધારાસભ્ય, સંસદસભ્ય સહિત વરિષ્ઠ આગેવાનોની સત્યતા શોધક (ફેકટ ફાઈન્ડિંગ)ની ટીમની રચના કરી છે. જેમાં સત્યશોધક સમિતિના કન્વીનર અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ, અર્જુનભાઇ મોઢવાડિયા, સત્ય શોધક સમિતિના સભ્યો ગુજરાત કોગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, ગુજરાત વિધાનસભાના પૂર્વ નેતા પરેશભાઇ ધાનાણી, સિનીયર ધારાસભ્ય પુંજાભાઇ વંશ, ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, રાજયસભા સાંસદ ડો. અમીબેન યાજ્ઞિક, પૂર્વ સાંસદ ડો. પ્રભાબેન તાવીયાડ, ધારાસભ્ય જીગ્નેશભાઇ મેવાણી, ધારાસભ્ય સી. જે. ચાવડા, ધારાસભ્ય અનંતભાઇ પટેલ સહિતની ટીમ દ્વારા કમિટી બનાવવામાં આવી છે જેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.તેઓ જમીન ઉપરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અસરગ્રસ્ત પરિવારો અને અસરકર્તા અન્ય નાગરિકો, સ્થાનિક આગેવાનોની મુલાકાત લેશે અને મુલાકાતના આધારે ફેકટ ફાઇન્ડિંગ રિપોર્ટ સાત દિવસમાં કોંગ્રેસ પક્ષને સુપ્રત કરશે,

ભૂર્ગભ જળ થાય છે પ્રદૂષિત

ઉદ્યોગો એ ગુજરાતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે પરંતુ આ રસાયણોની હાનિકારક અસરોને કારણે લાખો ગુજરાતીઓનું રોજિંદુ જીવન જોખમમાં ન આવે તે સુનિશ્ચિત કરવા યોગ્ય પ્રક્રિયાઓ અનુસરવામાં આવે તે મહત્વનું છે. યોગ્ય પ્રક્રિયા ન કરાયેલ રાસાયણિક કચરો ભૂગર્ભજળને પણ પ્રદૂષિત કરી રહ્યો છે અને ગુજરાતીઓમાં દ્યણા લાંબાગાળાના રોગોમાં વધારો કરી રહ્યો છે.

પાંચ વર્ષમાં ૯૮૯ કામદારોના મોત

ઔદ્યોગિક દુર્ઘટનાની આ પહેલી ઘટના નથી, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ઔધોગિક એકમોની અંદર અનેક ઔદ્યોગિક અકસ્માતો અને હાનિકારક ઝેરી રસાયણોના કારણે કુલ ૯૮૯ કામદારો મૃત્યુ પામ્યા છે. આ મૃત્યુમાં ૪૨ ટકા જેટલો હિસ્સો ઉત્ત્।રમાં મહેસાણાથી દક્ષિણમાં વાપીસુધીના ગોલ્ડન કોરિડોરય પર સ્થિત સૂરત, અમદાવાદ અને ભરૂચ જિલ્રાઓમાં કાર્યરત ફેકટરી કામદારોના મૃત્યુનો છે. રાજયમાં સાબરમતી, તાપી, વિશ્વામિત્રી સહિત ૨૦ કરતા વધુ નદીઓ સૌથી વધુ પ્રદૂષિત છે. પ્રદૂષિત પાણીના કારણે માનવ જિંદગીની સાથોસાથ ખેડૂતો અને ખેતી બન્ને મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. પશુધનને મોટી મુશ્કેલી છે. તેમ છતાં ભાજપ સરકાર પ્રદૂષણ નિયંત્રણ માટે ગંભીર પગલા ભરવામાં આંખ આડા કાન કરી રહી છે.

કાયદાકીય જોગવાઇના આધારે થશે લડત

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સમિતિના કન્વીનર અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે ધારાસભ્ય અને સાંસદોની મુલાકાતના આધારે ફેકટ ફાઇન્ડિંગ રિપોર્ટ સાત દિવસમાં કોંગ્રેસ પક્ષને સુપ્રત કરશે. જેના આધારે કોંગ્રેસ પક્ષની ન્યાયની માંગણી અને કાયદાકીય જોગવાઇઓના યોગ્ય અમલીકરણ માટેજે જરૂરી હશે તે લડત આપશે અને રાજયમાં વધતા રહેતા ઔદ્યોગિક અકસ્માત સહિત પ્રદૂષણને લીધે લોકો હેરાન થાય નહીં, પૂરતા પ્રમાણમાં તેઓને ન્યાય મળે તે માટે આ સમિતિ લડ્ત લડશે, જરૂર પડયે ન્યાય કોર્ટનો આસરો લેવો પડે તો પણ તેની તૈયારી બતાવાય છે.

(10:07 am IST)