Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

રાજ્યમાં 3437 તલાટી કમ મંત્રીની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

કાલથી ઉમેદવારો 15 ફેબ્રુઆરી સુધી ભરતીના ફોર્મ ભરી શકાશે : પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યાઓ પર પર સીધી ભરતી:

અમદાવાદ :  સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યાઓ પર પર સીધી ભરતી કરવામાં આવશે.ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 28 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન અરજી કરી શકે છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યાઓ પર સીધી ભરતી માટે આજરોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. તેના મુજબ 3,437 જગ્યાઓ ભરવામાં આવશે.

આ માટે ઉમેદવારે વેબસાઇટ પર સબંધિત સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. સંબધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, ઓનલાઇન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો, માજી સૈનિક તથા મહિલાઓ માટે અનામત જગ્યાની વિગતો તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ/માહિતી/સુચના/શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળના નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે.

 

(7:48 pm IST)