Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

વલસાડ જિલ્લામાં તા.૨૬મીએ યોજાયેલા ખાસ કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવનો ૯૬૨૩ વ્‍યક્‍તિઓએ લાભ લીધો

(કાર્તિક  બાવીશી દ્વારા ) વલસાડ : કોરોના વાઇરસની ત્રીજી લહેરમાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહયો છે. કોરોનાની મહામારીમાંથી બહાર નિકળવા માટે કોવિડ રસીકરણ એકમાત્ર અમોઘ શષા છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં કોવિક- ૧૯ બચાવ કામગીરી માટે રસીકરણ અભિયાન ચાલુ છે. જે અંતર્ગત તા.૨૬/૦૧/૨૦૨૨, બુધવારનાં રોજ કોરોના સુરક્ષાચક્ર સલામત કરવા માટે વલસાડ જિલ્લાનાં કોવિડ-૧૯ ૨સીકરણ કેન્‍દ્રો જેવા કે સબસેન્‍ટરો, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો, સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલો, સિવિલ હોસ્‍પિટલ ખાતે કોવિડ - ૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ અંતર્ગત કોવિશીલ્‍ડ અને કોવેક્‍સિન રસી ઉપલબ્‍ધ કરી કોવિડ-૧૯ રસીકરણ દ્વારા કોવિડ - ૧૯ થી સુરક્ષિત કરવાનું આયોજન હાથ ધરાયું હતું.  

આ રસીકરણ અભિયાન અંતર્ગત વલસાડ તાલુકામાં ૨૫૧૮, પારડી તાલુકામાં ૧૦૨૨, વાપી તાલુકામાં ૨૫૬૧, ઉમરગામ તાલુકામાં ૧૩૦૭, ધરમપુર તાલુકામાં ૫૧૧ અને કપરાડા તાલુકામાં ૧૭૦૪ મળી કુલ ૯૬૨૩ વ્‍યક્‍તિઓએ આ ખાસ મહા અભિયાનમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે યોજાઇ રહેલા કોરોના રસીકરણ મહા અભિયાન અંતર્ગત પોલીસ હેડકવાર્ટર ખાતે ચાલી રહેલા રસીકરણ કેન્‍દ્રની  આદિજાતિ વિકાસ, અન્‍ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલે મુલાકાત લીધી હતી. મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલે મંત્રીને જિલ્લામાં થઇ રહેલી રસીકરણની કામગીરીથી વાકેફ કર્યા હતા.મંત્રીએ રસીકરણ લેનારાઓને અભિનંદન પાઠવી કોરોના સામે સાવધાની રાખી દેશને કોરોનામુક્‍ત કરીશું એવી અપેક્ષા વ્‍યકત કરી હતી.    

વલસાડ જિલ્લાનાં સગીર વયનાં ૩૧ મી ડિસેમ્‍બર, ૨૦૦૭ સુધીમાં જન્‍મેલા તમામ બાળકો, હેલ્‍થ કેર વર્કરો, ફ્રન્‍ટલાઇન વર્કરો તથા ૬૦ વર્ષથી વધુ વયનાં કો-મોર્બીડીટી ધરાવતાં વ્‍યક્‍તિઓ કે જેમનો કોવિડ - ૧૯ રસીકરણનો પ્રિકોશન (બુસ્‍ટર) ડૉઝ બાકી હોય તથા ૧૮ વર્ષ કે વધુ વયનાં તમામ નાગરિકો કે જેમનો કોવિડ - ૧૯ રસીકરણનો પ્રથમ કે બીજો ડોઝ બાકી તેવા તમામ ગ્રામીણ તેમજ શહેરી વિસ્‍તારોનાં લાભાર્થીઓને કોવિડ - ૧૯ રસીકરણનો વધુમાં વધુ લાભ લઇ પોતે, પોતાના પરિવાર તથા સમાજને સુરક્ષિત કરવા માટે કલેક્‍ટર તથા જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા અપીલ કરવામાં આવી છે

(8:36 pm IST)