Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

બલી ગામના પાટીયા પાસે ઇકો ગાડીના ચાલકે મો.સા. સાથે અથડતા દંપતીને ગંભીર ઇજાઓ કરી નાસી છૂટ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના બલી ગામના પાટિયા પાસે થી પુરપાટ જતી ઈકો ગાડી નંબર GJ - 06-7644 ના ચાલકે પોતાના કબજામાની ઇકો ગાડી પુરઝડપે અને ગફલતભરી હકારી લાવી વિજય ભાઈ અમરસિંગભાઈ વસાવા અને તેમના પત્ની દક્ષિતા બેનની મોટર સાયકલ સાથે પાછળથી એક્સિડંટ કરતા દંપતીને શરીરે ગંભીર ઈજાઓ કરી પોતાની ઇકો ગાડી લઈ નાશી ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:13 pm IST)