Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

મોજી ગામમાં નજીવી બાબતે દંપતીએ મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) : રાજપીપળા : નાંદોદ તાલુકાના મોજી ગામમાં રહેતા ટીન્કીબેન લાલસીંગભાઇ વસાવા ની ફરિયાદ મુજબ તેમના ઘરના આંગણામા આવી ગામના ગુલાબભાઇ છગનભાઇ વસાવા અને તેના પત્ની મંજુલા બેન તેને કહ્યું કે અમારી સાથે ઝઘડો કરીને તું જતી રહેલ તું ક્યાં સુધી ભાગતી ફરશે તું ઘરની બહાર નીકળ તેમ કહેતા તે ઘરની બહાર નીકળતા લાકડી અને મુક્કો મારતા તેમણે બુમા - બુમ કરતા આજુ - બાજુના માણસો ભેગા થઈ જતા બંને ત્યાથી જતા રહેલ અને જતા જતા કહેતા ગયેલ કે આજે તો તું બચી ગઇ છે બીજીવાર ઝઘડો કરશે તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપતા પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:08 pm IST)