Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

અજાણ્યા પુરુષની હત્યાનો ભેદ ઉકેલતી કપડવંજ પોલીસ

એલસીબી પીઆઇ એમ. ડી. પટેલ પીએસઆઇ એ. ઓ. તિવારી અને કપડવંજ ટાઉન પીઆઇ એચ. સી. ઝાલાની ટીમે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ:કપડવંજ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જગ્યામાં એક અજાણ્યા પુરુષની લાશ મળી હતી. આ કેસની તપાસ કપડવંજ એલસીબીએ હાથ ધરી માત્ર 24 કલાકમાં તેનો ભેદ ઉકેલી અને હત્યા કરનારા 2 આરોપીને ઝબ્બે કરી લીધા હતા.
  એલસીબી પીઆઇ  એમ. ડી. પટેલ પીએસઆઇ એ. ઓ. તિવારી અને કપડવંજ ટાઉન પીઆઇ એચ. સી. ઝાલાની ટીમે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જગ્યામાં રેતીના ઢગલા પર મળેલી લાશની તપાસ હાથ ધરી હતી. જેમાં મરનારની ઓળખ કરી હતી. ત્યારબાદ તેમણે તેના સંલગ્ન શખ્શો દિલીપસિંહ છઠ્ઠસિંહ રામઅવતારસિંહ ભૂમિહાર ઉ.વ.49 ) (હાલ રહે. ભાવાલડી  સિંધરવા, અમદાવાદ મૂળ બિહાર) અને રીતેશ કુમાર પ્રભંસ અબધ મહતો (ઉ.વ.25 રહે. ભૂલાવડી સિંધરવા અમદાવાદ) અને મૂળ બિહારને પકડી પાડ્યા હતા. તેમણે તેની કડક હાથે પુછતાછ કરતાં જણાવ્યું કે, મરનાર રેતીના પ્લાન્ટમાં આવ્યો હતો. જેને બહાર જવાનું કહેતા તે ગયો ન હતો. જેમાં આ બે આરોપીની તેમની સાથે અથડામણ થઇ હતી. જેમાં તેમણે તેને મુઠ માર મારી તેની હત્યા કરી દીધી હતી. આ બંને આરોપીઓએ ગુનો કબૂલતા પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો અને તેના સંયોગિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બંને આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.

(8:36 pm IST)
  • કેરળમાં આજે સવારે ૨૪ કલાકમાં ૫૬૦૦ નવા કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં એકવીસસો નવા કેસ નોંધાયા છે જેમાં મુંબઈમાં ૪૩૪ કોરોના કેસ થયા છે: ગુજરાત દેશભરમાં સાતમા નંબરે, માત્ર ૩૫૩ કોરોના થયા છે: પશ્ચિમ બંગાળમાં પણ નજીવા ૨૩૪ કેસ: દેશભરમાં સર્વત્ર કોરોના કેસમાં એકધારો ઘટાડો નોંધાતો જાય છે: સૌથી ઓછા પુડુચેરીમાં ૨૪ અને હિમાચલમાં ૩૯ કોરોના કેસ આજે સવાર સુધીમાં નોંધાયા છે access_time 11:22 am IST

  • ખેડૂત આંદોલનકારીઓના કબજામાંથી હાઈવે ખુલ્લા કરાવવાનું શરૂ : યુપી પોલીસે પ્રથમ હાઈવે ખોલાવી નાખ્યો : ૪૦ દિવસથી બ્લોક કરવામાં આવેલ દિલ્હી-સહરાનપુર હાઈવે આજે ઉત્તર પ્રદેશ પોલીસે કિલયર કરાવી નાખ્યાનું જાણવા મળે છેઃ આમ ખેડૂત આંદોલનકારીઓ ઉપર આકરા પગલાં ભરવાનું શરૂ થઈ ગયું છે અને શુ પ્રથમ આજે ઉત્તર પ્રદેશની યોગી પોલીસે રોડ કિલયર કરાવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે access_time 11:26 am IST

  • દિલ્હીમાં અનુભવાયા ધરતીકંપના આંચકાઃ રિકટર સ્કેલ ઉપર ર.૮ની તીવ્રતા નોંધાઇ access_time 1:01 pm IST